ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડે નિમિત્તે હસ્તલેખન શાસ્ત્ર પર યોજાયો વર્કશોપ - KBS કોલેજ

વાપીમાં KBS કોલેજ ખાતે મુંબઈના જાણીતા ગ્રાફોલોજિસ્ટ અનુપમાં આનંદપરાએ કોલેજના વિદ્યાર્થી સાથે વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડેની ઉજવણી કરી જીવનમાં હસ્તલેખન શાસ્ત્ર કેટલું મહત્વનું છે અને હસ્તલેખન દ્વારા કઈ રીતે વ્યક્તિના સ્વભાવ, ગુણદોષને જાણી જીવનમાં પ્રગતિ સાધી શકાય છે. તે અંગે અદભુત માર્ગદર્શન આપ્યું હતું.

વાપીમાં વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડે નિમિત્તે હસ્તલેખન શાસ્ત્ર પર યોજાયો વર્કશોપ
વાપીમાં વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડે નિમિત્તે હસ્તલેખન શાસ્ત્ર પર યોજાયો વર્કશોપ

By

Published : Jan 24, 2020, 2:04 AM IST

વાપીઃ એક સમયે અતિશય માનસિક તાણમાં આવી આત્મહત્યા સુધીનું પગલું ભરવા નીકળેલ ભારતી સુમરીયાનું નામ આજે બિઝનેસ વુમન તરીકે વાપીમાં જાણીતું છે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર છે કે, આ મહિલાએ આ સિદ્ધિ હસ્તલેખન શાસ્ત્રના કોર્સ કર્યા બાદ મેળવી છે. ત્યારે, પોતાને મળેલી આ સિદ્ધિ તેમની કોલેજના દરેક વિદ્યાર્થીઓ પણ મેળવી શકે અને જીવનમાં પ્રગતિ સાધી શકે તે માટે ગુરુવારે KBS નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે મુંબઈના જાણીતા ગ્રાફોલોજિસ્ટ (હસ્તલેખન શાસ્ત્રના નિષ્ણાંત) અનુપમાં આનંદપરાના વર્કશોપનું આયોજન કર્યું હતું.

વાપીમાં વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડે નિમિત્તે હસ્તલેખન શાસ્ત્ર પર યોજાયો વર્કશોપ
જે રીતે હસ્ત રેખા શાસ્ત્ર દ્વારા વ્યક્તિની ભવિષ્યવાણી કરવામાં આવે છે. તે જ રીતે હસ્ત લેખન દ્વારા પણ વ્યક્તિનો સ્વભાવ, તેમની ખાસિયતો, તેમનામાં રહેલી ઉણપ અંગે જાણી શકાય છે. આ અંગે ગુરુવારે વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડે નિમિત્તે સુમરીયા કોલેજમાં આવેલા ગ્રાફોલોજિસ્ટ અનુપમાં આનંદપરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગ્રાફોલોજી એ દરેક વ્યક્તિના હેન્ડરાઇટિંગ અને સિગ્નેચરના આધારે તેમની ખાસિયતો, સ્વભાવ અને તેનામાં રહેલી ઉણપને કઈ રીતે દૂર કરવી તેના ઉપાયો જાણવાની અનોખી કળા છે. જેના દ્વારા વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે. દરેક વ્યક્તિના જીવનમાં હસ્તાક્ષરની અસર જોવા મળે છે. જે રીતે દરેક વ્યક્તિ મરોડદાર જુદા જુદા અંદાજમાં અક્ષરો લખે છે. તેમાં આ કળાનો ખૂબ મોટો ફાળો છે. હસ્તરેખા શાસ્ત્રની જેમ હસ્તલેખન શાસ્ત્ર પણ માનવીના જીવન પર સારી-નરસી અસરનો પ્રભાવ પાડે છે.
વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડે નિમિત્તે હસ્તલેખન શાસ્ત્ર પર યોજાયો વર્કશોપ
વધુમાં અનુપમાએ જણાવ્યું હતું કે સેલિબ્રિટીના ઓટોગ્રાફને ગ્રાફોલોજીમાં ગણવામાં નથી આવતું. પરંતુ, તેમનું પોતીકું જે લખાણ હોય છે, તેના આધારે તે ક્યા વ્યવસાય માં નિપુણતા મેળવી શકશે, તેમનો સ્વભાવ કેવો છે. તે અંગે જાણી શકાય છે. આ પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જેમાં હાથની મુવમેન્ટ અને મગજ સાથેની કનેક્ટિવિટી પર અભ્યાસ કરવામાં આવે છે
વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડે નિમિત્તે હસ્તલેખન શાસ્ત્ર પર યોજાયો વર્કશોપ
ગ્રાફોલોજીથી જીવનમાં કેવો બદલાવ લાવી શકાય તે અંગે જાત અનુભવ મેળવનાર ભારતી સુમરીયાએ જણાવ્યું હતું કે, એક સમયે તેઓ પોતે અતિશય ડિપ્રેશનમાં હતા, અને આત્મહત્યા કરવા સુધી પહોંચી ચૂક્યા હતા. પરંતુ તે બાદ તેમણે ગ્રાફોલોજીનો કોર્સ કર્યો આજે તેઓ બિઝનેસક્ષેત્રે ખૂબ આગળ વધ્યા છે. તેમના દીકરાઓ પણ ગ્રાફોલોજી સિગ્નેચર છે અને જીવનમાં સતત પ્રગતિ કરી રહ્યા છે. એટલે વિચાર આવ્યો કે જો પોતે આ કોર્સ બાદ જીવનમાં પ્રગતિ સાધી શક્યા હોય તો કોલેજના વિદ્યાર્થીઓ પણ આ પદ્ધતિ દ્વારા જીવનમાં પ્રગતિ સાધી શકે, પોતાનામાં રહેલી શક્તિને બહાર લાવી ઉણપને દૂર કરી શકે તેવા ઉદેશ્યથી વર્લ્ડ હેન્ડરાઇટિંગ ડે નિમિત્તે ખાસ વર્કશોપનું આયોજન કર્યું છે.
વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડે નિમિત્તે હસ્તલેખન શાસ્ત્ર પર યોજાયો વર્કશોપ
વર્લ્ડ હેન્ડરાઇટિંગ ડે નિમિત્તે આયોજિત ગ્રાફોલોજી સેમિનારમાં અનુપમા આનંદપરાએ કોલેજના વિદ્યાર્થીઓને હસ્તલેખન શાસ્ત્ર અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીને પેપર પર પોતાની વિગતો લખવા જણાવ્યું હતું. જેના આધારે દરેક વિદ્યાર્થીઓમાં રહેલી તેમના સ્વભાવની ખાસિયતો તેમની ઉંણપો બતાવી તેને દૂર કરવાના ઉપાયો સૂચવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details