ગુજરાત

gujarat

ETV Bharat / state

આ નાનકીને નથી કાર્ટુન કે મોબાઈલમાં રસ તેને તો પીછી મળે એટલે બસ - કાર્ટુન

વાપી: આજની આ 21મી સદીમાં દિકરાઓ સાથે ખંભાથી ખંભો મીલાવીને દિકરીઓ પણ ચાલી રહી છે. રાજ્યમાં મોટા ભાગના વ્યવસાયમાં કે ધંધોઓમાં દિકરીઓ કોઇ પણ જગ્યાએ આગળ છે. તેવી જ એક વાપીની પાંચ વર્ષની સાન્વી નામની બાળકી ચારકોલ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ્સ, બ્રશલેસ પેઇન્ટિંગ્સ સહિત ભરતનાટ્યમ અને કરાટેમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવી તેમના માતા-પિતાનું નામ રોશન કરી રહી છે.

આ નાનકીને નથી કાર્ટુન કે મોબાઈલમાં રસ તેને તો પીછી મળે એટલે બસ

By

Published : Aug 17, 2019, 5:27 PM IST

આજના આધુનિક યુગમાં 01 થી 15 વર્ષ સુધીના બાળકો TV પર કાર્ટુન જોવાનું અને મોજ-મસ્તી કરવામાં જ પોતાનું બાળપણ પસાર કરતા હોય છે. ત્યારે, વાપીની સાન્વી જતીન મોદી નામની સાડા પાંચ વર્ષની બાળકીને ટીવી પર કાર્ટૂન જોવું કે ઘરમાં ધમાલ-મસ્તી કરવાને બદલે અનેક પ્રકારના મનમોહક પેઇન્ટિંગ્સ બનાવવાનો, ભરતનાટ્યમ કરવાનું અને કરાટેના દાવપેચ શીખવાનો શોખ છે.

આ નાનકીને નથી કાર્ટુન કે મોબાઈલમાં રસ તેને તો પીછી મળે એટલે બસ
વાપીમાં રહેતા અને વેપાર કરતાં જતીન મોદીની દીકરી સાન્વી હજુ તો માંડ સિનિયર KG માં અભ્યાસ કરે છે. પરંતુ, આટલી નાની ઉંમરમાં જ તેણે પોતાની પ્રતિભાના દર્શન કરાવી દીધા છે. સાન્વી છેલ્લા ત્રણ વર્ષથી મનમોહક પેઇન્ટિંગ બનાવે છે. તો આટલી નાની ઉંમરમાં જ તેણે કરાટેમાં બ્લ્યુ બેલ્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. એટલું જ નહીં આટલી નાની ઉંમરમાં તે અદભુત ભરતનાટ્યમ પણ કરી શકે છે.સાન્વીની પારંગતતા અંગે તેમના પિતા જતીન મોદીએ જણાવ્યું હતું કે, તેનામાં નાનપણથી જ કંઈક અલગ કરવાની જિજ્ઞાસા હતી. મોટાભાગના બાળકો જ્યારે, ટીવી પર કાર્ટૂન જોવું, મોબાઈલ પર ગેમ રમવાની કે, અન્ય બાળકો સાથે તોફાનમસ્તી કરવી, જેવી પ્રવૃત્તિઓ કરી આનંદ મેળવતા હોય છે. ત્યારે, સાન્વીને આ પ્રકારની પ્રવૃત્તિઓ જરા પણ પસંદ નથી. અમે તેને નજીકમાં એક ક્લાસીસમાં બેસાડી હતી. ત્યારે, ક્લાસીસના ટીચરે જણાવ્યું કે, તેને પેઇન્ટિંગ્સનો ખૂબ જ શોખ છે. એટલે, અમે તેને પેઇન્ટિંગ્સ માટે પ્રોત્સાહિત કરી અને તે છેલ્લા ત્રણ વર્ષથી ચારકોલ પેઇન્ટિંગ્સ, એમ્બોઝ પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, બ્રશલેસ પેઇન્ટિંગ્સ બનાવે છે. તેમાં તે હવે ખૂબ જ પારંગત બની છે.જતીન મોદી અને તેમના પત્ની પણ તેમની આ લાડકવાયી દીકરીને સતત પ્રોત્સાહન આપી ચિત્રકામ ઉપરાંત કરાટે અને ભરતનાટ્યમની તાલીમ અપાવી રહ્યા છે. સાન્વી ભણવામાં પણ ખૂબ જ હોશિયાર છે. સ્કૂલમાં પોએટ્રી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. કરાટેમાં સિલ્વર મેડલ સાથે બ્લ્યુ બેલ્ટ મેળવ્યો છે.આ અંગે સાન્વીએ પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યું હતું. કે, તેને પેઇન્ટિંગ્સ કરવું અને નૃત્ય કરવું ખૂબ જ ગમે છે. એ માટે તેને તેના ટીચર અને માતા-પિતા ખૂબ જ મદદરૂપ થઇ રહ્યાં છે. પેઈન્ટિંગ્સમાં ચારકોલ પેઇન્ટિંગ્સ તેને વધુ પસંદ છે. અત્યાર સુધીમાં જાતે જ અલગ-અલગ 15 જેટલા મનમોહક ચિત્રો તૈયાર કર્યા છે.સાન્વીના પિતાની ઈચ્છા છે કે, તે સાન્વીના આવા પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજશે અને તેમાંથી જે ફંડ મળશે, તે કોઈ સારી ચેરિટી સંસ્થા ને આપશે કે જે અન્ય જરૂરીયાત મંદને મદદરૂપ થતી હોય.ઉલ્લેખનીય છે કે, જતીન મોદી અને તેની પત્ની જેવા માતા-પિતા તેમના બાળકમાં રહેલી પ્રતિભાને ઓળખી પ્રોત્સાહન પૂરું પાડે તો સાન્વીની ઉંમરના બાળકો સાચે જ પ્રતિભાવાન બની શકે છે. અને વિવિધ પ્રકારના પેઇન્ટિંગ, ભરતનાટ્યમ અને કરાટેમાં પારંગત બની માતા-પિતાનું નામ રોશન કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details