ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં સરકારી વિભાગો વચ્ચે યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ, કર્મચારીઓએ કરી ફટકાબાજી - વાપી તાજા સમાચાર

વાપી : શહેરમાં કુમારશાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વાપી વિભાગમાં કાર્યરત વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ અધિકારો વચ્ચે આત્મીયતા કેળવાય તેવા ઉદ્દેશ્યથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિભાગની 8 ટીમોએ ભાગ લઈ ક્રિકેટની ફટકાબાજીનો આનંદ ઉઠાવ્યો હતો. જો કે સરકારી અધિકારીઓ-કર્મચારીઓની મેચમાં જનતાને આમંત્રણ આપવાનું ભુલાઈ જતા ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટપ્રેમીઓની કીકીયરીઓથી ખાલીખમ રહ્યું હતું. જે જોતા પ્રજાના સેવક અને પ્રજા વચ્ચેના મુખ્ય તાંતણાનો ઉદ્દેશ્ય વિસરાયો હતો.

vapi cricket tournament
વાપી ક્રિકેટ ટુર્નામેન્ટ

By

Published : Jan 6, 2020, 6:56 AM IST

કુમારશાળા ગ્રાઉન્ડ ખાતે વાપી વિભાગમાં કાર્યરત વિવિધ સરકારી વિભાગો જેવા કે, મામલતદાર કચેરી, ઇન્કમટેક્સ વિભાગ, પોલીસ વિભાગ, રેલવે વિભાગ, એસ.ટી. વિભાગ, નગરપાલિકા, તાલુકા પંચાયતના કર્મચારીઓ, અધિકારીઓ વચ્ચે આત્મીયતા કેળવાય, ખેલદિલીની ભાવના કેળવાય તેવા ઉદ્દેશ્યથી વાપીની સામાજિક સંસ્થા સહયોગ હેલ્પીંગ હેન્ડ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટમાં કુલ 8 સરકારી વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહી ક્રિકેટની ફટકાબાજીનો આનંદ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે તમામ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા ઉપસ્થિત રહેલા વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રમે ગુજરાત જીતે ગુજરાતનો નારો આપ્યા બાદ રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને ખુબજ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેમાં 33 જેટલી રમતોને સ્થાન આપવામાં આવ્યું છે. જેના થકી ગુજરાતના યુવાનો વિવિધ રમતોમાં ભાગ લેતા થયા છે. અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. દરેક રમતમાં ક્રિકેટ મહત્વની રમત માનવામાં આવે છે. અને તે ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે આ સંસ્થા દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી સરકારી વિભાગોમાં ખેલદીલીની ભાવના પ્રગટે છે અને એક બીજા વિભાગો વચ્ચે આત્મીયતા કેળવાય છે.

વાપીમાં સરકારી વિભાગો વચ્ચે યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ
ઉલ્લેખનીય છે કે, સરકારી વિભાગો વચ્ચે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં જે તે સંસ્થાએ સરકારી વિભાગો વચ્ચે સંકલન સાધવાનો સંકલ્પ ભલે કર્યો હોય પરંતુ, તેમાં પ્રજા અને પ્રજાના સેવક વચ્ચે પણ સંકલન સ્થપાય તે ઉદ્દેશ્ય વિસરાયો હતો. જેને પરિણામે ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટપ્રેમીઓથી ખાલીખમ જોવા મળ્યું હતું. માત્ર સંસ્થાના સભ્યો અને ગણતરીના શહેરીજનો સિવાય કોઈ આ મેચ નિહાળવા ડોકાયા નહોતાં. આશા રાખીએ કે જે સંસ્થાએ સરકારી વિભાગોને જોડવાનું બીડું ઉપાડ્યું છે. તે આવનારા દિવસોમાં સરકાર અને પ્રજાને જોડવાનું પણ બીડું ઉપાડે

ABOUT THE AUTHOR

...view details