ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી GIDC પોલીસે 11.23 લાખના દારૂ સાથે 2 MPના ડ્રાઈવર- ક્લીનરની કરી ધરપકડ - Alcohol seized from Valsad

પરપ્રાંતીય વિસ્તારમાંથી 11,23,200નો દારૂ- બિયર ભરેલા આઈશર ટેમ્પો સાથે અંકલેશ્વર જવા નીકળેલા ડ્રાઇવર- ક્લીનરને વાપી GIDC પોલીસે બાતમી આધારે દબોચી લઈ કુલ 18,25,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Valsad News
Valsad News

By

Published : Jun 9, 2021, 3:20 PM IST

  • વાપી GIDC પોલીસે 18,25,200નો દારૂ જપ્ત કર્યો
  • આઈશર ટેમ્પોમાં અંકલેશ્વર લઈ જવાતો હતો દારૂ
  • પોલોસે ટેમ્પોના ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી

વાપી :- વાપી GIDC પોલીસે વાપીમાં ખોડિયાર હોટેલ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર બાતમી આધારે દારૂ ભરેલા એક આઈશર ટેમ્પો અને તેના ડ્રાઇવર- ક્લીનરની ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી છે.

વાપી જીઆઈડીસી પોલીસે 11 લાખથી વધુનો દારૂ કબજે કર્યો હતો

આ પણ વાંચો : બાલાસિનોર પોલીસ દ્વારા 17 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો

ટેમ્પોમાંથી કુલ 11,23,200નો દારૂ મળી આવ્યો હતો

આ અંગે વાપી DYSP વી.એન.પટેલે વિગતો આપી હતી કે, વાપી GIDC પોલીસ સ્ટેશનના PI વી.જી.ભરવાડને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખોડીયાર હોટેલ નજીક એક આઈશર ટેમ્પો દારૂથી ભરાઈને આવી રહ્યો છે. આ ટેમ્પો અંકલેશ્વર તરફ જવાનો છે. જે બાતમી આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી નંબરના આઇશર ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરતા ટેમ્પોમાંથી 215 બોક્સ વ્હિસ્કી, 5358 બિયરના ટીન મળી કુલ 11,23,200નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે ટેમ્પોના ડ્રાયવર ફરીદ મુનશી શાહ અને ક્લીનર મતીન ગુલાબ નબી અન્સારીની ધરપકડ કરી ટેમ્પો સહિત કુલ 18,25,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વાપી GIDC પોલીસ

આ પણ વાંચો : વાપીમાં પોલીસે કારમાં છુપી રીતે દારૂ લાવતા એક આરોપીની ધરપકડ કરી, 3 આરોપી વોન્ટેડ જાહેર

બન્ને આરોપીઓ મૂળ MPના છે

પકડાયેલા બન્ને શખ્સો મૂળ MPના છે અને તેઓ આ દારૂ કોના કહેવાથી અંકેલશ્વરમાં ક્યાં અને કોને આપવાના હતાં. તે અંગે વિગતો મેળવવા પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાપી

ABOUT THE AUTHOR

...view details