ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા - ભારત અને ભૂતાન

વાપીમાં શનિવારે શ્રી રામચંદ્ર મિશન ભારત અને ભૂતાન માટે યુનાઇટેડ નેશન્સ ઈન્ફોર્મેશન સેન્ટર અને હાર્ટફૂલનેસ એજ્યુકેશન દ્વારા આયોજિત હાથ નિબંધ લેખન કાર્યક્રમ 2019ના વાપી, દમણ, સેેલવાસના વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનતી કરાયા હતાં. સાથે યોગના મહત્વ અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નિબંધ સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા
નિબંધ સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા

By

Published : Feb 22, 2020, 9:47 PM IST

વાપીઃ શ્રી રામચંદ્ર મિશન ભારત અને ભૂતાન માટે યુનાઇટેડ નેશન્સ ઈન્ફોર્મેશન સેન્ટર અને હાર્ટ ફૂલનેસ એજ્યુકેશન દ્વારા નિબંધ લેખન કાર્યક્રમ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની 586 સંસ્થાઓના 17,133 વિદ્યાર્થીઓ અને વાપીની 23 સંસ્થાઓના 629 વિદ્યાર્થીઓ સહિત સમગ્ર દેશમાથી 25000 સંસ્થાઓના 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

નિબંધ સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા
નિબંધ લેખન કાર્યક્રમમાં વાપીના 6 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ અને 104 વિદ્યાર્થીઓ સંસ્થાકક્ષાએ વિજેતા રહ્યા છે. આ વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શનિવારે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હાર્ટફુલનેસ સંસ્થા છેલ્લા 75 વર્ષથી ફ્રીમાં લોકોને હૃદયની અસીમ સંપત્તિને અનુભવવાની સરળ અને સાહજિક રીતે દ્વારા ધ્યાન કરતા શીખવે છે. જેના આખા વિશ્વમાં 160 દેશોમાં કેન્દ્રો આવેલા છે. જેનું એક કેન્દ્ર વાપી માં આવેલ છે. જ્યાં દર રવિવારે સવારે સમુહ ધ્યાન કરવામાં આવે છે.આજના આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમમાં મહિલા પતંજલિ યોગ સમિતિના તેમજ રોટરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન એન્ડ લર્નિંગ સંસ્થાના મુખ્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details