ગુજરાત

gujarat

ETV Bharat / state

અયોધ્યા લઈ જઈ રહેલી ચાંદીની ઈંટનું વાપીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વાર સન્માન અને દર્શન કરાયા - વાપીના જલારામ મંદિર

અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ માટે ચાંદીની ઈંટ લઈને જઇ રહેલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સચિવ અને અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દક્ષિણ ગુજરાતના રાહુલભાઈનું વાપીમાં સ્વાગત કરી ઈંટના દર્શન કરી વિદાય આપી હતી.

અયોધ્યા લઈ જઈ રહેલા ચાંદીની ઈંટનું વાપીમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વાર સન્માન અને દર્શન કરાયા
અયોધ્યા લઈ જઈ રહેલા ચાંદીની ઈંટનું વાપીમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વાર સન્માન અને દર્શન કરાયા

By

Published : Aug 2, 2020, 4:26 PM IST

વાપી: અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો વિધિવત વડાપ્રધાન મોદી તેમજ સંતોના હસ્તે આરંભ થઈ રહ્યો છે. શિલાન્યાસના વિધિના કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ સંપ્રદાયોના 50 સંતો-મહંતોને નિમંત્રિત કરાયા છે. એ સાથે જ દાનનો પણ ધોધ વહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા પણ ચાંદીની ઈંટ મોકલવામાં આવી છે. અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ માટે આ ચાંદીની ઈંટ લઈને જઇ રહેલા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સચિવ અને અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દક્ષિણ ગુજરાતના રાહુલભાઈનું વાપીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

અયોધ્યા લઈ જઈ રહેલા ચાંદીની ઈંટનું વાપીમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વાર સન્માન અને દર્શન કરાયા

આ પ્રસંગે વાપીના જલારામ મંદિર ખાતે જય શ્રીરામના નારા લગાવી રામભક્તોએ ચાંદીની ઈંટના દર્શન કર્યા હતાં. ભગવાન શ્રીરામની તસવીરને પ્રણામ કર્યા હતા અને તે બાદ ઈંટ સાથે આવેલ તમામનું સ્વાગત કરી વિદાય આપી હતી.

અયોધ્યા લઈ જઈ રહેલા ચાંદીની ઈંટનું વાપીમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વાર સન્માન અને દર્શન કરાયા

આ પ્રસંગે વાપીના વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અયોધ્યા લઈ જઈ રહેલા ચાંદીની ઈંટનું વાપીમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વાર સન્માન અને દર્શન કરાયા

ABOUT THE AUTHOR

...view details