- રબરના હેન્ડગ્લોવ્ઝ બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ
- રબરના કંપની હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
- લાગેલી આગમાં કોઈ જાનહાની થઈ નથી
વલસાડ:વાપી GIDCમાં 40 શેડ એરિયામાં આવેલા એલિસ એન્ડ માર્ટિન કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી. રબરના હેન્ડગ્લોવ્ઝ બનાવતી કંપનીમાં આગને કારણે તૈયાર પ્રોડક્ટ અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. વાપી GIDCના 40 શેડ વિસ્તારમાં આવેલી કંપનીમાં સાંજે 6:30 વાગ્યા આસપાસ આગ ભભૂકતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. જે અંગે, વાપી નોટિફાઇડ ફાયર ઓફિસરે વિગતો આપી હતી કે, એલિસ એન્ડ માર્ટિન કંપનીમાં આગ લાગી હોવાનો કોલ આવતા ફાયરના જવાનો ફાયર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
વાપીની એલિસ એન્ડ માર્ટિન કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને ખાખ આ પણ વાંચો:અંકલેશ્વરમાં ભંગારના 3 ગોડાઉનમાં આગ
ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા
કંપનીમાં રબરના હેન્ડગ્લોવ્ઝ બનાવવામાં આવતા હોવાથી અગમ્ય કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરંતુ, સમયસર પાણી અને ફોમનો મારો ચલાવતા કલાકમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો.
વાપીની એલિસ એન્ડ માર્ટિન કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને ખાખ આ પણ વાંચો:રાજકોટની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં લાગી આગ
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખની કંપની
મળતી માહિતી મુજબ, આ કંપની વાપીના વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુમન ભાવસરની છે. જેમાં તેઓ GEB માટે અને અન્ય કંપનીઓ માટે રબરના હેન્ડગ્લોવ્ઝ બનાવે છે. જેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગને કારણે તૈયાર પ્રોડકટ, રો-મટિરિયલ્સ અને મશીનરી બળીને ખાખ થઈ હતી. આ ઘટનામાં જાનહાની ટળી હતી.
વાપીની એલિસ એન્ડ માર્ટિન કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને ખાખ