સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી યોજનાને કારણે આરટીઓ કચેરીનું ભારણ ઓછું કરવા માટે ગુજરાતની વિવિધ ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં લર્નિંગ લાઈસન્સ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પૈકી વલસાડ પારડી ધરમપુર કપરાડા ઉમરગામ વિસ્તારમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામ ITIમાં બપોરે ત્રણ વાગ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. રોજિંદા હાલમાં આઠ જેટલા લાયસન્સ કાઢવામાં આવી રહ્યા છે.
વલસાડની ITI અને પોલિટેકનિક કોલેજોમાં લર્નિંગ લાઇસન્સની સુવિધા શરુ - વલસાડની RTO કચેરી
વલસાડ: ગુજરાતની RTO કચેરીમાં લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ભારે ધસારો જોવા મળે છે. જે માટે સરકાર દ્વારા નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જે પૈકી ગુજરાતની વિવિધ આઈ.ટી.આઈ અને પોલિટેકનિક કોલેજોમાં લર્નિંગ લાઇસન્સ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પણ આ કામગીરી વિવિધ આઈ.ટી.આઈમાં શરૂ થઈ ચૂકી હતી. વલસાડ શહેરના લીલાપોર ખાતે આવેલી મહિલા આઇટીઆઇ ખાતે આ કામગીરી શરૂ થઈ હતી. જેમાં બપોરે ત્રણ વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી આ કામગીરી ચાલે છે. રોંજિંદા 8 જેટલા લાઇસન્સ કાઢવામાં આવે છે.

અહીં આવનારા લોકોનું પણ કહેવું છે કે, RTO કચેરીમાં કલાકો સુધી તેમણે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે રાહ જોવી પડતી હતી, પરંતુ સરકારના આ મહત્વના નિર્ણયને કારણે હવે તેઓને શાંતિપૂર્વક માહોલમાં ગણતરીના સમયમાં જ ઓનલાઇન પરીક્ષા આપ્યા બાદ લાયસન્સ મળી શકે છે. જે ખૂબ જ આવકારદાયક હોવાનું અહીં આવનારા લોકોએ મૌખિકમાં જણાવ્યું હતું.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં આવેલી RTO કચેરી ખાતે રોંજિંદા 1200થી વધુ લાયસન્સ અગાઉ કાઢવામાં આવતા હતા. અને સેંકડોની સંખ્યામાં લોકો લાયસન્સ કઢાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હતા. પરંતુ સરકારે શરૂ કરેલી આ નવી નીતિને આધારે તેઓએ તેમના જ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ એટલે કે, આઈટીઆઈમાં આ સુવિધા તેમને મળી રહેશે. આ સુવિધા હવે શરૂ પણ થઈ ચૂકી છે. જેને લઇને લાયસન્સ કઢાવવા આવનારા લોકોના મુખે એક પ્રકારનો સંતોષ જોવા મળી રહ્યો છે.