ગત તારીખ 10 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજય કક્ષાનો ખેલ મહાકુંભ 2019 યોજાયો હતો. જેમાં વલસાડ જિલ્લામાંથી 5 દિકરીઓ ચૌધરી સુગંતી બેન કાળુભાઈ રંધે, સવિતાબેન કનુભાઈ, બરફ રંજનબેન રઘોભાઈ તેમજ જમાદાર સાંકળીબેન મગનભાઈ વૃશુ અંડર 17 સ્પર્ધા 2019માં ભાગ લઇ રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર મેળવ્યો અને રનર્સ અપ રહી સમગ્ર વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં વલસાડની પાંચ દીકરીઓનો ડંકો
વલસાડઃ કપરાડા અને ધરમપુર તાલુકાની દીકરીઓએ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં પોતાની પ્રતિભા બતાવી છે. સમગ્ર રાજ્ય કક્ષાએ વૃશુ અંડર 17 સ્પર્ધામાં દ્વિતિય ક્રમ મેળવી વલસાડ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
વૃશુ અંડર 17 સ્પર્ધા 2019માં ભાગ લઇ રાજ્યકક્ષાએ દ્વિતીય નંબર મેળવ્યો
તમામ દીકરીઓ ખડકવાડા અને મોહના મૂળ ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(KGBV)ની દીકરીઓ છે. તેઓને સ્પર્ધામાં જવા માટે માર્ગદર્શન કપરાડાના CRC કો-ઓર્ડીનેટર સંજય મકવાણા ધરમપુરના મોટી કોરવળ CRC.કો-ઓર્ડીનેટર રામજીભાઈ વળવી તથા પ્રાથમિક શાળા મોહના મૂળ ગામ મુખ્ય શિક્ષક પ્રમોદભાઈ લોખંડી તથા KGBV શાળાની શિક્ષિકા બહેનો પ્રીતિબેન, સુનિતાબેન અને તૃપ્તિબેન દ્વારા મળ્યું હતું. દીકરીઓએ વલસાડ જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરવા બદલ અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.