વલસાડના હનુમાન ભાગડા ગામે રહેતા અનંત કેશવ વાઘવનકર જેઓ એક કલાકાર છે, દર વર્ષે અવનવી કલાકૃતી તૈયાર કરતા હોય છે. આ વર્ષે તેમણે દિવાળીમાં 8 કલાકની રોજની મહેનત કરી 65 કલાક જેટલું એટલે કે સતત 8 દિવસ સુધી કામ કરી રસોઈમાં ઉપયોગમાં આવતા સાબુદાણા, રંગ અને ટેલકમ પાવડરનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીના ચિત્રવાળી આકર્ષક રંગોળી તૈયાર કરી છે.
વલસાડના કલાકારે બનાવી 7 કિલો સાબુદાણામાંથી મોદીની રંગોળી
વલસાડ: દિવાળીના તહેવારમાં દરેક ઘરની બહાર જોવા મળતી રંગોળીમાં આનંદ અને ઉલ્લાસના રંગોના મિશ્રણ અદભૂત આનંદની અનુભૂતિ કરાવે છે. રંગોળીના રંગો માનવીય સ્વભાવને આકૃતિના માધ્યમથી ઉતારવાની કળા છે. આ કળામાં અમુક લોકો મહારથી હોય છે.
સાબુદાણાની રંગોળી
આ રંગોળીને જોવા માટે દૂર દૂરથી આવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનંતભાઈ એ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે...
અનંતભાઈ દર વર્ષે દિવાળી દરમિયાન કંઈક અલગ ચિત્ર બનાવે છે. ગત વર્ષે તેમણે સરદાર પટેલનું એક અનોખું ચિત્ર બનાવી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતાં.