ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad News: અનોખી પરંપરા, સારા પાક અને વરસાદ માટે વરસાદી દેવની પૂજા

આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક અને તેઓ પ્રકૃતિ સાથે જોડાયેલા રહે છે. તેમની રહેણી અને કરણી અને પરંપરા ઓ ભિન્ન છે. ત્યારે સારો વરસાદ થાય ખેતરમાં વર્ષ દરમિયાન સારું ધાન્ય ઉત્પાદન થાય તે માટે વર્ષો થી ધરમપુરનો આદિવાસી સમાજ પીપરોળ ગામે ડુંગર ઉપર બિરાજતા અભિનાથ મહાદેવની પૂજન વિધિ કરે છે. અહી ચોમાસા પૂર્વે 100 થી વધુ ગામના લોકો પૂજન કરતા હોય છે.

આદિવાસીની અનોખી પરંપરા અહી થાય છે સારી ખેતી અને સારા પાક અને વરસાદ માટે ડુંગર ઉપર બિરાજતા વરસાદી દેવની પૂજા
આદિવાસીની અનોખી પરંપરા અહી થાય છે સારી ખેતી અને સારા પાક અને વરસાદ માટે ડુંગર ઉપર બિરાજતા વરસાદી દેવની પૂજા

By

Published : Jun 27, 2023, 10:11 AM IST

આદિવાસીની અનોખી પરંપરા અહી થાય છે સારી ખેતી અને સારા પાક અને વરસાદ માટે ડુંગર ઉપર બિરાજતા વરસાદી દેવની પૂજા

વલસાડ: પ્રકૃતિના ખોળે અને ચીરશાંતિના અહેસાસ વચ્ચે ધરમપુર થી 20 કિમી દુર આવેલા પીપરોળ ગામે ડુંગર ઉપર આવેલું છે. વરસાદી દેવનું મંદિર જ્યાં ધરમપુર અને તેની આસપાસના 100 થી વધુ ગામોના લોકો અહી આસ્થા ધરાવે છે. દર વર્ષે ચોમાસા પૂર્વે અહી અનેક અગ્રણીઓ વિધિવત વરસાદી દેવની પૂજા કરે છે. આદિવાસી વાજિંત્રો સાથે નાચગાન કરતા લોકો અહીં પહોચે છે અને વિધિવત પૂજા થાય છે. અંહી પૂજા કરવાથી ગામમાં કોઈ વિઘ્ન કે મોટી બીમારી ગામમાં આવતી નથી.

ચોક્કસ પણે આગમન: અહી પૂજા કર્યા બાદ વરસાદનું ચોક્કસ પણે આગમન થાય છે. પીપરોળ ખાતે ડુંગર ઉપર બિરાજમાન વરસાદી દેવ આભીનાથ મહાદેવનું પૂજન કરવાથી ચોક્કસ પણે વરસાદ થાય છે. વર્ષો જૂની માન્યતા છે જયારે પણ વરસાદ ખેચાય તે સમયે અનેક લોકો આહી પૂજા કરતા હોય છે. બાદ વ્યાપક પ્રમાણમાં વરસાદ થાય છે. આજે પણ આ માન્યતા દ્રઢ છે ચોમાસા પૂર્વે પણ દરેક ગામના લોકો પૂજા કરે છે. એ બાદ ગામના પાદરે આવેલા ગામદેવ નજીક હવન કરવામાં આવે છે.

દેવ નજીક હવન:અભિનાથ મહાદેવમાં અનેક લોકો અસ્થા ધરાવે છે. વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે પીપરોળ ગામે ડુંગર ઉપર બિરાજતા વરસાદી દેવ આભીનાથ મહાદેવની આદિવાસી સમાજના અનેક ગામોના લોકો તિથિ વાર નક્કી કરી ને પૂજન માટે આવે છે. અહી પ્રકૃતિની પૂજા કરી પરંપરાગત ગામના અગ્રણીઓ સાથે મળીને પૂજન કરે છે. જે પૂજનમાં તેઓ સમગ્ર વર્ષ દરમ્યાન સુખ સમૃદ્ધિ અને ખેતરોમાં ખેત ઉત્પાદન વધે એમજ કોઈ રોગ ન આવે ગામના લોકોમાં દીર્ઘાયુ બને એવી પ્રાર્થના કરવામાં આવે છે. જે બાદ દરેક ગામમાં પ્રવેશ દ્વારા આગળ બાનાવવા માં આવેલા ગામ દેવ નજીક હવન કરવામાં આવે છે. જેથી ગામમાં પણ કોઈ મોટી બીમારી ન પ્રવેશે.

વિધિવત પૂજા કરવામાં આવી:ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામના અગ્રણીઓ દ્વારા પૂજન કરાયુંધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામના અગ્રણીઓ દ્વારા આજે આદિવાસી નૃત્ય તેમજ વાજિંત્ર સાથે પીપરોળ ખાતે આવેલા આભીનાથ મહાદેવ ના સ્થાનકે પહોચીને તેમની વિધિવત પૂજા કરવામાં આવી હતી. દરેકના સ્વાસ્થ્ય નિરામય રહે ખેતરોમાં ઉત્પાદન સારું થાય અને ગ્રામીણ કક્ષાએ કોઈ મોટી કરોના જેવી બીમારીમાં ગામના લોકોના સપડાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

વરસાદી દેવને રીઝવવા:વરસાદ વધુ આવે ત્યારે અને વરસાદ ખેંચાય ત્યારે બંને સમયે વરસાદી દેવને રીઝવવામાં આવે છે. મોટીઢોલ ડુંગરીના અગ્રણી અને તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેસ પટેલના જણાવ્યા અનુસાર વર્ષો થી અમારા વડવાઓ આ સ્થાને પૂજન કરતા આવ્યા છે માન્યતા છે અને અમે જોયું અને અનુભવ્યું પણ છે કે જયારે પણ વરસાદ નથી આવતો કે ખેચાઈ જાય ત્યારે પૂજન કરો તો તુરંત વરસાદી દેવ રીઝે છે. વરસાદ શરુ થાય છે તેમજ અતિવૃષ્ટિ હોય ત્યારે પણ જો અહી પૂજન કરવામાં આવે તો વરસાદ થંભી જાય છે ની માન્યતા છે અને એ આજે પણ લોકો માને છે.

  1. Valsad News : વાપી શામળાજી નેશનલ હાઇવે 4 લેન બનવા જઈ રહ્યો, આદિવાસી-ખેડૂતોનો આકરા પાણીએ વિરોધ
  2. Valsad News: દુલસાડ પ્રાથમિક શાળાની આચાર્યએ જાતિગત ટિપ્પણી કરતા વિવાદ, તપાસના આદેશ

ABOUT THE AUTHOR

...view details