ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad Crime: છૂટાછેડા ન આપતા પત્નીએ ઘરે બોલાવીને પતિને પતાવી દીધો, મૃતદેહને કોથળામાં ભરીને ફેંકી આવી - Husband killed in Dharampur for not giving divorce

વલસાડના ધરમપુરમાં છૂટાછેડા ન આપતા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નિપજાવી છે. પતિ ત્રણ સંતાનનો પિતા હોવાથી છૂટાછેડા આપતો ન હતો. તેથી પત્નીએ પતિને ઘરે બોલાવીને કુહાડીના ઘા મારીને હત્યા કરી હતી. બાદમાં પત્ની અને પ્રેમીએ મળીને મૃતદેહને થેલીમાં ભરીને ફેંકી આવ્યા હતા. ત્યારે કેવી રીતે સમગ્ર બનાવનો પર્દાફાશ થયો જૂઓ.

Valsad Crime News : છૂટાછેડા ન આપતા પત્નીએ ઘરે બોલાવીને પતિને પતાવી દીધો, મૃતદેહને કોથળામાં ભરીને ફેંકી આવી
Valsad Crime News : છૂટાછેડા ન આપતા પત્નીએ ઘરે બોલાવીને પતિને પતાવી દીધો, મૃતદેહને કોથળામાં ભરીને ફેંકી આવી

By

Published : Jun 1, 2023, 7:38 PM IST

વલસાડના ધરમપુરમાં છૂટાછેડા ન આપતા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી

વલસાડ : ધરમપુરના નાની વહિયાળ બરફટા ફળિયામાં રહેતા મુકેશ પટેલને પત્નીએ છૂટાછેડા ન આપતો હત્યાનો બનાવ સર્જાયો છે. પ્રેમી સાથે મળી ઠંડે કલેજે મોતને ઘાટ ઉતારી પ્લાસ્ટિકની થેલીમાં મૃતદેહ ભરી ઘરથી 30 કિમી દૂર સગેવગે કરવાના ઇરાદે તામછડી મોટી કોરવડ રોડ પર ફેંકી આવ્યા હતા. જોકે વલસાડ પોલીસે સમગ્ર હત્યા અંગેનો ગુનો મૃતદેહ મળી આવતા ઉકેલી કાઢ્યો છે.

શું હતો સમગ્ર મામલો :તારીખ 28, મે 2023 ના રોજ તામછડી મોટી કોરવડ રોડ પર પ્લાસ્ટિકના થેલામાં દુર્ગંધ મારતી એક અજાણ્યા પુરુષની 30થી 35 વર્ષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી. જેને લઈને ધરમપુર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી યુવક કોણ છે તેની તપાસ હાથ ધરી હતી.

નાની વહીયાળનો મૃતક :પ્લાસ્ટિકના કોથળામાં હત્યા કરી ફેંકી દેવાયેલો અજાણ્યા યુવકની મૃતદેહને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. તેના વાલી વર્ષોની શોધખોળ કરતા મૃતક યુવક નાની વહિયાળ બરફટા ફળીયાનો મુકેશ પટેલ ઉંમર વર્ષ 38 હોવાનું બહાર આવ્યું હતું. જે પોતાના ઘરેથી કેરી માર્કેટમાં ગયા બાદ ત્યાંથી એક રીક્ષામાં બેસી તેને છોડી ગયેલી પત્નીને મળવા માટે બારોલિયા બારી ફળિયા ગયો હતો.

પત્નીને કડકાઈથી પૂછપરછ :છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ સંતાનની માતા એવી મુકેશ પટેલની પત્ની પતિને છોડીને તેના પ્રેમી સંજય પંડિત સાથે બારોલિયા બારી ફળિયામાં રહેતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી તે મુકેશભાઈ પાસે છૂટાછેડાની માંગ કરી રહી હતી, પરંતુ ત્રણ સંતાનની માતા હોવાને લઈને મુકેશભાઈ તેને છુટાછેડા આપવા માંગતા ન હતા. અવારનવાર જેના કારણે બંને વચ્ચે રકઝક થતી હતી. મુકેશભાઈનો મૃતદેહ મળતા પોલીસે શંકાના ડાયરામાં આવેલી તેની પત્નીને પોલીસ મથકે બોલાવી કડકાઈથી પૂછપરછ કરતાં તેની ભાંગી પડી હતી અને પોતે જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

કેવી રીતે થઈ તેની હત્યા :મૃતક મુકેશભાઈ 26 તારીખના રોજ તેની પત્ની દિવ્યાનીબેનને મળવા માટે પહોંચ્યા હતા. દિવ્યાની બેને તેની પાસે છૂટાછેડાની માંગણી કરતા યુવકે છૂટાછેડા આપવાનીના પાડતો હતો. તેથી અદાવત રાખી મુકેશને ઘરે બોલાવી કુહાડીના ઘા મારી હત્યા નિપજાવી હતી. જે બાદ તેનો પ્રેમી સંજય પંડિત મૃતદેહને સંતાડવા માટે ગામમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ મંગાવી હતી. જેમાં આરોપી દિવ્યાની અને સંજય પ્લાસ્ટિકની કોથળીમાં મૃતકનો મૃતદેહ બાંધી કોથળામાં પગથી ભરી કોથળાનું માથું દોરાથી સિવિ લઈ થડ પણ રહેલા લોહીના ડાઘા વાળા ગોદડા અને તકિયા પ્લાસ્ટિકના થેલામાં ભરી મૃતદેહને ફેંકી આવ્યા હતા.

રાત્રિ દરમિયાન મૃતદેહ ફેકવા માટે ઉપયોગ :કોથળામાં બાંધેલા મૃતદેહ એકટીવા પર મૃતકની પત્ની દિવ્યાની અને સંજય બંને ફેકવા માટે લઈ ગયા હતા. જ્યારે કોથળો પકડી દિવ્યાની પાછળ બેસી જઈ તેમજ લોહીવાળું ગાદલું, તકિયા ભરેલો કોથળો આગળ પગ મુકવાની જગ્યાએ મૂકી ઘરથી નીકળ્યા હતા. રસ્તામાં સંજયનો મિત્ર જયકુમાર રેવલુભાઈ ગાવીત મદદ માટે બોલાવ્યો હતો. આમ ત્રણેય એકબીજાની મદદગારી કરી મૃતદેહને ભરેલો કોથળો એકટીવા પર લઇ ધામચળી કોરવડ ગામ જતા રસ્તાની બાજુમાં ફેંકી દઈ ગુનો કર્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.

ત્રણેયની ધરપકડ :મૃતકની પત્ની દેવયાનીએ હત્યા કર્યાનું પોલીસ સમક્ષ કબુલ કર્યું હતું, એટલું જ નહીં મૃતદેહ ફેંકી આવ્યા બાદ દેવયાની એ પ્રેમીના લોહીવાળા કપડાં અને પોતાના લોહીના ડાઘાવાળા કપડાં ચૂલામાં સળગાવી દઈ પુરાવા નાશ કર્યા હોવાનું જણાવ્યું હતું. હાલ તો પોલીસે પત્ની દેવયાની પ્રેમી સંજય પંડિત અને જય કુમાર ગાંવીતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Ahmedabad Crime : ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેમ ભુવાજીએ પ્રેમીકાની હત્યાનો પ્લાન સફળ, છતાં એક વર્ષે ભાંડો ફૂટી ગયો
  2. Porbandar Crime News : પોરબંદરમાં સરાજાહેર વિધર્મીએ યુવાનની હત્યા કરતા સમાજની કડક તપાસની માંગ
  3. Junagadh Crime News : જૂનાગઢમાં પ્રેમીને પામવા પુત્રીએ પ્રેમ સંબંધથી નારાજ માતાની કરી હત્યા

ABOUT THE AUTHOR

...view details