વલસાડમાં જનતા કરફ્યૂને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો - valsad latest news
ચાઇનામાંથી ભારતમાં પગ પેસારો કરી ચૂકેલા કોરોનાને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન દ્વારા એક દિવસીય જનતા કરફ્યૂની અપીલ કરવામાં આવી હતી. જેના પગલે વલસાડ જિલ્લાના લોકોએ કરફ્યૂને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. રવિવારે શહેરના તમામ બજારો, દુકાનો અને લારી ગલ્લાઓ સદંતર બંધ રહ્યા હતા.
જિલ્લાના લોકોએ આપ્યું સમર્થન
વલસાડઃ કોરોનાને ભારતમાં ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ માટે જનતા કરફ્યૂની અપીલ કરી હતી. જેને પગલે સમગ્ર ભારતમાં તેને સમર્થન મળ્યું હતું. વહેલી સવારથી જ જિલ્લાના જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, બસડેપો તેમજ ટાવર રોડ ઉપરના મુખ્ય બજારોની તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી.