ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં ચીજ વસ્તુઓ પર વધુ ભાવ લેતાં તોલમાપ વિભાગે કરી કાર્યવાહી

લોકડાઉનના માહોલમાં તકનો લાભ લઇ ચીજ વસ્તુઓ પર વધુ પૈસા વસુલ કરતા વલસાડ જિલ્લાના 18 જેટલા દુકનદારો સામે તોલમાપ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેથી વધુ કિંમત વસુલતા અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ ફેલાયો છે.

By

Published : Apr 15, 2020, 1:13 PM IST

વલસાડ
વલસાડ

વલસાડઃ લોકડાઉનનો ફાયદો ઉઠાવી વસ્તુના વધારે ભાવ લેતા જિલ્લાના 18 જેટલા દુકનદારો સામે તોલમાપ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેથી વધુ કિંમત વસુલતા અન્ય દુકાનદારોમાં પણ ફફડાટ ફેલાયો છે.

વલસાડ જિલ્લામાં ચીજ વસ્તુઓ પર વધુ ભાવ લેતાં તોલમાપ વિભાગે કરી કાર્યવાહી

હાલમાં લોકડાઉનનો માહોલ છે, ત્યારે દરેક પરિવાર માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂબ જરૂરી છે. લોકો તેના માટે સવારથી જ દુકાનોમાં સોશિયલ ડિસ્ટનસ જાળવીને દુકાનોમાં ખરીદી કરે છે.

સરકાર દ્વારા વારંવાર સૂચનાઓ આપી હોવા છતાં પણ કેટલાક દુકાનદારો દ્વારા વિવિધ ચીજો ઉપર છપાયેલી કિંમત કરતા વધુ પૈસા લેતા હોવાની ફરિયાદો અનેક સ્થળેથી ઉઠી રહી છે. જેના પગલે વલસાડ જિલ્લા તોલમાપ વિભાવની ટીમો આવા સ્થળે જઈને તપાસ કરી કાર્યવાહીનો દોર શરૂ કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 11 દુકાનદારો સામે કાયદાકીય કાર્યવાહી કરતા 2000 રૂપિયા સુધીનો દંડ વસુલ કર્યો હોવાનું જણાવા મળ્યું હતું.

ધરમપુર નજીકમાં આવેલ બામટી ગામે યોગેશ રમેશ પટેલ ને રૂપિયા 500 નો દંડ વજન કાંટા પ્રમાણિત ન કર્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે કમલ સુપર માર્કેટ ત્રણ દરવાજા ધરમપુર,ન્યુ આશાપુરા કિરણા સ્ટોર કાકડમટી,અશોક કિરણા સ્ટોર કાકડમટી,ગજાનંદ ટ્રેડર્સ પ્રભુ ફળીયા ધરમપુર, રઘુવંશી ટ્રેડર્સ સમડીચોક ધરમપુર, દીપ પ્રોવિઝન ધરમપુર, બજરંગ કિરણા ખારવેલ, સિદ્ધિવિનાયક પ્રોવિઝન મોગરાવાડી, આદર્શ કિરણા સ્ટોર મોગરવાડી, વિશાલ પ્રોવિઝન મોગરવાડી, તમામ દુકાનોનો સામે કાર્યવાહી કરતા દૂધની થેલી સહિતની ચીજો ઉપર વધુ ભાવ વસુલ કરતા 2000 રૂપિયા સુધીનો દંડ વસુલ કર્યો છે.

આ ઉપરાંત વાપી અને ઉમરગામના 8 દુકાનદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, વલસાડ જિલ્લા તોલમાપ વિભાગ અચાનક હરકતમાં આવતા વધુ કિંમત વસુલ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે

ABOUT THE AUTHOR

...view details