ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad suicide: પ્રેમિકાના આપધાતની ખબર મળતા પ્રેમીએ પણ દુનિયાને અલવિદા કહ્યું - suicide case

પારડી તાલુકાના નેવરી ગામે રહેતી યુવતીએ આપધાત કરી લીધો હતો. મૃતદેહ આંબાવાડીમાં મળી આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. ઘટના અંગેની જાણ મૃતક યુવતીના પ્રેમીને થતા તેણે પણ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

પારડીમાં પ્રેમિકાએ આપધાતની  ખબર મળતા પ્રેમીએ પણ દુનિયાને અલવિદા કહી
પારડીમાં પ્રેમિકાએ આપધાતની ખબર મળતા પ્રેમીએ પણ દુનિયાને અલવિદા કહી

By

Published : May 2, 2023, 10:12 AM IST

વલસાડ:એક જનમ નહીં...સાત જનમ નહીં...જનમો જનમનો નાતો... કયારે તૂટશે નહીં.. તેવું વલસાડના પ્રેમીઓએ કર્યું છે. સમાજ તેને કઇ દ્રષ્ટિથી જુએ તે કહેવું ખૂબ અઘરું છે. કારણ કે એ હકીકત પણ સાચી છે કે, કોઇ જાણ વગર ખોટી વાતો લોકો કરવા લાગે છે. પરંતુ કોઇ માટે મરવા અને જીવવા માટે હિંમત જોઈએ. પ્રેમ કરીને છૂટા પડતા પ્રેમીઓને જોયા હશે. આ પ્રેમીએ સાત ભવના વાયદો નિભાવ્યો છે. 'જીંદગી કે સાથ ભી...જીંદગી કે બાદ ભી' આ સુત્ર એક પ્રેમી જોડીએ નિભાવી દીધુ હોય એવો કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો Valsad news: ધરમપુરથી 9 લાખનો કોસ્મેટીક ચોરનાર વોન્ટેડ ઝડપાયો

મૃતદેહ મળ્યો: આંબાવાડીમાં નેવરી ગામના ભાઇની દીકરીને છેલ્લા એક વર્ષ ઉપરાંતથી દેહલી ગામના યુવક સાથે પ્રેમ હતો. બન્ને એક સાથે જીવવા-મરવાના વચન લીધા હતા. જોકે યુવતીએ અચાનક મોતને વ્હાલું કરી દીધુ હતું. જેના કારણે પરિવારમાં પણ શોક જોવા મળી રહ્યો છે. યુવતીએ આ પગલું કેમ લીધું તે અંગે હજુ રહસ્ય અકબંધ રહ્યું છે. આંબાવાડીમાં મૃતદેહને જોઈને કેટલાક સ્થાનિક લોકોએ ઘટના અંગે પારડી પોલીસ જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચીને યુવતીના મૃતદેહને પોસ્મોટમ માટે મોકલી દીધો હતો. આ વાતની ખબર યુવતીના પ્રેમીને પડી હતી.

આ પણ વાંચો Valsad ACB Trap: બેંકના મેનેજરે લોન દેવાના બહાને લાંચ માંગી, 20 હજારનું ખાખી કવર લેતા ઝડાપાયા

યુવક હતાશામાં: પ્રેમિકાના મોતની જાણ થતાં યુવક હતાશામાં સરી પડ્યો હતો. થોડા જ સમયમાં યુવકે પણ જાણે દુનિયામાં એનું કોઈ ના રહ્યું હોય એમ અંતિમ પગલું ભરી યુવકે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. યુવકના મોતની ખબર પણ પોલીસને થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવતી વાડીમાં પહોંચી કેવી રીતે? કોઈ મળવા ગઈ હતી કે કેમ? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પારડી પોલીસ મથકના પી.આઈ.બી.જે.સરવૈયા એ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, આ ઘટના દેહલી ગામના યુવકની છે. નવેરી ગામની યુવતીની છે. જેમાં સવારે યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ બપોરે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. બંને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતા.

ABOUT THE AUTHOR

...view details