ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad Crime: વલસાડ SOG એ વાહનચોરી કરતા 3ને ઝડપ્યા, 6 વાહનચોરીનો ભેદ ઉકેલાયો - undefined

વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાંથી બે મહીના પહેલા ચોરાયેલ કાર ચોરીનો ભેદ વલસાડ SOG પોલીસે ઉકેલી નાખ્યો છે. તેમજ કાર ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના 3 સાગરીતોને પકડી પાડ્યા છે. તો, અલગ અલગ રાજ્યોના વાહન ચોરીના કુલ-6 ગુન્હા ડિટેકટ કર્યા છે.

Valsad Crime: વલસાડ SOG એ વાહનચોરી કરતા 3ને ઝડપ્યા, 6 વાહનચોરીનો ભેદ ઉકેલાયો
Valsad Crime: વલસાડ SOG એ વાહનચોરી કરતા 3ને ઝડપ્યા, 6 વાહનચોરીનો ભેદ ઉકેલાયો

By

Published : Jun 25, 2023, 1:52 PM IST

વાપી: અત્યાધુનિક સાધનોની મદદથી મોંઘીદાટ કાર ચોરી કરતી ગેંગના 3 સભ્યોને વલસાડ SOG એ દબોચી લીધા છે. પકડાયેલ 3 આરોપીઓ પાસેથી પોલીસે કુલ 10,83,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ચોરાયેલી કાર સહિત કાર ચોરી કરવા માટે સ્માર્ટ કી, જનરેટર ટૂલ, કી પ્રોગ્રામર ટૂલ સહિતના સાધનોનો સમાવેશ થાય છે. કાર ચોરી કરવાની ચાવીઓની ટૂલ કીટ મળી આવતા પોલીસને પણ આશ્ચર્ય થયું હતું.

પાર્કિંગમાંથી ચોરીઃગત 20મી એપ્રિલે વાપી GIDC માં આવેલ VIA બિલ્ડીંગના પાર્કીંગમાંથી એક કારની ચોરી થઈ હતી. 15 લાખની કિંમતની GJ15-CG-8751 નંબરની આ કાર ટોયેટા ઇનોવા ક્રિસ્ટા કંપનીની હતી. ત્રણથી ચાર અજાણ્યા ચોર ઇસમોએ એકબીજાની મદદગારીમાં અત્યાધુનિક સાધન વડે કારનો કાચ તોડી ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ભાગી ગયા હતાં. જે અંગે ફરીયાદી સંદિપ નિરંજન ચાંપાનેરીએ વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્રણ આરોપી ઝડપાયાઃવલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપ સિંહ ઝાલાના માર્ગદર્શન અને સુચના આધારે SOG પોલીસ ઇન્સ્પેકટર જે. એન. ગોસ્વામીએ તેમના સ્ટાફ સાથે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન મળેલી બાતમી આધારે વાપીમાં UPL ઓવરબ્રિજના નજીકથી કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ અંગે વલસાડ SOG એ વિગતો આપી હતી કે, કાર સાથે પકડાયેલ ત્રણેય ઈસમો પાસેથી કાર ચોરી કરવાના સાધનો મળી આવ્યા છે.

Valsad Crime: વલસાડ SOG એ વાહનચોરી કરતા 3ને ઝડપ્યા, 6 વાહનચોરીનો ભેદ ઉકેલાયો

કોણ છેે આરોપીઃપકડાયેલ આરોપીઓમાં જશપ્રિતસિંગ ઉર્ફે અમનદીપ ઉર્ફે જશી ઉજાગરસિંગ (અરોરા) પંજાબનો રહેવાસી છે, ક્રિષ્ના ઉર્ફે સચીન દેવી શંકર વર્મા મૂળ ઉત્તરપ્રદેશ નો છે. પરમિન્દરસીંગ ઉપકારસીંગ (અરોરા) મૂળ પંજાબનો છે. હાલમાં ત્રણેય મુંબઈ રહે છે. પોલીસે તેમની પાસેથી 9 લાખની કિંમતની નંબર વગરની ઇનોવા કાર, 1 લાખની કિંમતના એક એકસપેડ ઇલાઇટ ડીઝીટલ ડીસ્પ્લે કિ-પ્રોગ્રામર ટુલ, 51 હજારના 7 મોબાઈલ, 20 હજારની કિંમતના 6 નંગ બ્લ્યુ કલરની સ્માર્ટ-કિના પાવર, 10 હજારની કિંમતની VVDI MINT KEY TOOL કિ-જનરેટર ટુલ, પાના, કટર બ્લેડ સહિત કુલ 10,83,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Valsad Crime: વલસાડ SOG એ વાહનચોરી કરતા 3ને ઝડપ્યા, 6 વાહનચોરીનો ભેદ ઉકેલાયો

અન્ય રાજ્યમાં પણ ગુનાઃપકડાયેલ આરોપી સામે વાપી GIDC માં નોંધાયેલ કાર ચોરીના ગુન્હા ઉપરાંત મહારાષ્ટ્ર, પુના ગ્રામીણ, રાજનગાવ પો.સ્ટે., તામીલનાડુ રાજયના સેલમ સીટી અસ્થમપટ્ટી પો.સ્ટે., કર્ણાટક રાજય મૈસુર સીટી સરસ્વતીપુરમ પો.સ્ટે., આંધ્રપ્રદેશ, ઇસ્ટ ગોદાવરી જિલ્લાના પ્રકાશનગર છત્તીસગઢ, રાયપુર સીટીના સીવીલ લાઇન્સ પો.સ્ટે.માં નોંધાયેલ ગુન્હાઓનો પણ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અંગે SOG એ વિગતો આપી હતી કે, જશપ્રિતસિંગ ઉર્ફે અમનદીપ ઉર્ફે જશી સામે મહારાષ્ટ્ર પનવેલ, પુના, ઔરંગાબાદ, નાગપુર, વિરાર, મુંબઈ સહિતના 8 જેટલા પોલીસ મથકમાં કેસ નોંધાયેલ છે. ક્રિષ્ણા ઉર્ફે સચીન વર્મા સામે મહારાષ્ટ્રમાં 4 ગુના નોંધાયેલ છે. અલગ રાજ્યોના વાહન ચોરીના કુલ-6 ગુનાનો ભેદ ઉકેલવામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ વલસાડની ટીમની મહત્વની સફળતા મળેલ છે.

  1. Valsad News: દુલસાડ પ્રાથમિક શાળાની આચાર્યએ જાતિગત ટિપ્પણી કરતા વિવાદ, તપાસના આદેશ
  2. Valsad Accident: મુકુંદબ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતા બે આરોગ્ય કર્મીના મોત

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details