ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં મોટર વ્હીકલ એક્ટના અમલને લઈ RTO કચેરીએ લોકોની ભીડ - trafficviolation

વલસાડ: નવા મોટર વ્હીકલ એક્ટ કાયદાનો અમલ શરૂ થયો છે. ત્યારે આ કાયદામાં કરવામાં આવેલા દંડની જોગવાઈથી બચવા અત્યાર સુધી વિના લાયસન્સ કે વિના હેલ્મેટ, PUC કે આરસી બુક વગર જે વાહનો લઈ ફરતા હતા તે તમામ લોકો આજે PUC કે લાયસન્સ કે આર સી બુક મેળવવા માટે લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. લોકોમાં આ કાયદાને લઈને ક્યાંકને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે.

etv bharat valsad

By

Published : Sep 17, 2019, 10:29 AM IST

વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલી RTO કચેરી ખાતે આજે હજારો વાહન ચાલકોની જનમેદની ઉમટી પડી હતી. લાયસન્સ, RC બુક માટે લાંબી કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. તો કેટલાક તો કોમ્યુટર પરીક્ષામાં સમજણ ન પડતા મુંઝવણમાં જોવા મળ્યા હતા.

મોટર વ્હીકલ એક્ટના અમલને લઈ વલસાડ જિલ્લામાં RTO કચેરીએ લોકોની ભીડ જામી

બીજી તરફ અનેક એવા પણ વાહન ચાલકો હતા જેમના નંબર પ્લેટ કે PUC ન હોય એ તમામ RTO કચેરી ઉપર ધક્કા ખાતા જોવા મળ્યા હતા. સાથે સાથે દંડની રકમ ભરવાની બારી ઉપર પણ કેટલાક લોકો જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લામાં RTO કચેરીએ દંડની રકમ લેવા સવારે 11 થી માત્ર 2 વાગ્યા સુધી જ દંડ સ્વીકરવામાં આવતો હોવાનું બહાર સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું હતુ. જેને કારણે હવે પછી અહીં દંડ ભરવા આવનાર અનેક લોકો મુશ્કેલીમાં મુકાશે એ વાત ચોક્કસ છે.

ABOUT THE AUTHOR

...view details