શનિવારે નેશનલ હાઇવે નંબર-48 પર કોઈ અજાણ્યા શખ્સે મૃતક ગાયને ઉઠાવવા માટે આરએનબીના વાહને મૃતક ગાયને દોરડા વડે બાંધી રોડ ઉપર 10 ફૂટ સુધી ધસડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં કોઈએ વાયરલ કરતા ગૌ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.
વલસાડમાં ગાયને વાહન દ્વારા ઢસડી લઈ જવાનો વિડિયો વાયરલ થતા ગૌ પ્રેમીઓમાં રોષ વલસાડના નેશનલ હાઇવે નંબર-48 ઉપર શનિવારના રોજ કોઈ અજાણ્યા વાહને એક ગાયને ટક્કર મારતા ગાયનું મોત થયું હતું. જેને લઇને ગાયનો મૃતદેહ હાઇવે ઉપર પડ્યો હતો. આ વાતની જાણકારી આરએનબી વિભાગને આપવામાં આવતા તેમનું એક વાહન મૃત ગાયને ખસેડવા માટે આવી પહોંચ્યું હતું.
પરંતુ આ ગાયને ઉઠાવવાના બદલે વાહન લઇને આવેલા કેટલાક માણસો એ મૃતક ગાયના પગ બાંધી તેને વાહન સાથે બાંધી દઈ રોડ ઉપર 10 ફૂટથી વધારે ધસડવામાં આવી હતી.. જો કે આ ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા વાહન લઇને આવેલા કર્મચારીઓ વિરુદ્ધ ગૌરક્ષકોમાં રોષની લાગણી જોવા મળી હતી. હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ ગાયને બાંધીને તેનો મૃતદેહ રોડ ઉપર ધસેડવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. જેને લઇ અનેક ગૌ પ્રેમીઓ પણ રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે, રોડની બાજુમાં માણસો થકી ખસેડી શકાય એમ હતું પરંતુ તેમ ન કરતાં મૃતક ગાયના મૃતદેહને દોરડા વડે બાંધી ખસેડવા અંગે શું પ્રયોજન હોઈ શકે..? હાલ તો આ સમગ્ર બાબતે ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.