ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 3.34.ઇંચ વરસાદ નોંધાયો - rain in valsad

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3.35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ જતા વાહન ચાલકોને આવન-જાવન માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ હવામાન વિભાગે તારીખ ૨૨ અને ૨૩ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે જેને પગલે વહીવટીતંત્ર પણ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.

valsad news
valsad news

By

Published : Aug 21, 2020, 1:11 PM IST

વલસાડઃ છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલુકાઓમાં 3.35 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી સૂર્યનારાયણ અદ્રશ્ય થયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાય છે. જેને લઇને રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 3.34.ઇંચ વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા

ઉમરગામ 91મીમી
કપરાડા 83મીમી
પારડી 72મીમી
વલસાડ 119મીમી
વાપી 90મીમી

તાલુકાઓમાં મોસમનો કુલ વરસાદના આંકડા

ઉમરગામ 67.29 ઇંચ
કપરાડા 59.84 ઇંચ
ધરમપુર 53.03
પારડી 45.16
વલસાડ 64.29ઇં

હવામાન વિભાગ દ્વારા તારીખ 22 અને 23 બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details