- વહેલી સવારથી પડી રહ્યા છે છુટા છવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા
- હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક સ્થળે વરસી રહ્યો છે વરસાદ
- જિલ્લામાં બે કલાકમાં કપરાડામાં 7 એમ એમ વરસાદ નોંધાયો
વલસાડ: હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છૂટા છવાયા વિસ્તારના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે એમાં પણ ધરમપુર અને કપરાડા જેને ચોમાસા દરમિયાન ગુજરાતનું ચેરાપુંજી ગણવામાં આવે છે. એ તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. આજે 26 જુલાઈના રોજ વહેલી સવારથી કપરાડા તાલુકામાં સવારે આઠથી દસ વાગ્યા દરમિયાન બે કલાકમાં 7 MM વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો-Valsad Rain Update : કપરાડા અને ધરમપુર સહિત વિવિધ તાલુકામાં વહેલી સવારથી વરસાદ
વલસાડ જિલ્લામાં સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા
સ્થળ | વરસાદ |
ઉમરગામ | 00 MM |
કપરાડા | 07 MM |
ધરમપુર | 02 MM |
પારડી | 22 MM |
વલસાડ | 15 MM |
વાપી | 11 MM |