ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad Rain Update : ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીઓ બંને કાંઠે વહી, અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં - Valsad Rivers Overflow

વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં નવા નીર આવતાં નદીઓ બંને કાંઠે વહી રહી છે. જેના કારણે અનેક નદીઓ ઉપર બનેલા નીચાણવાળા ચેકડેમ કમ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે. અનેક જગ્યા ઉપર વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે.

Valsad Rain Update : ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીઓ બંને કાંઠે વહી, અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં
Valsad Rain Update : ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીઓ બંને કાંઠે વહી, અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં

By

Published : Jun 30, 2023, 6:39 PM IST

કોઝવે ઉપર વરસાદી પાણી

વલસાડ : વલસાડમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકથી ઓરેન્જ એલર્ટને પગલે યથાવત રહેવા પામી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નદીનાળાઓ ઉભરાયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓમાં નવા નીરની આવક જોવા મળી છે, તો અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા ઉપર નજર : છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 2 ઇંચ, ધરમપુરમાં 3.4 ઇંચ, પારડીમાં 2.3 ઇંચ, કપરાડામાં 3.7.ઇંચ, ઉમરગામમાં 3 ઇંચ, વાપીમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સવારે 6 થી 8 દરમિયાન ધરમપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ધરમપુરના અંતરિયાળ ગામોમાંથી વહેતી અનેક નદીઓમાં પૂર આવ્યાં છે જેના કારણે નીચાણવાળા કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે.

બોપી ગામે તાન નદીના કોઝવે ડૂબ્યો : ધરમપુર તાલુકાના બોપી ગામેથી વહેતી તાન નદી ઉપર બનેલો ચેક નદીમાં પૂર આવવાને કારણે વરસાદી પાણીમાં ડૂબી જવા પામ્યો છે. જેના કારણે ગોપી અને મોડા આંબા ગામ વચ્ચે જીવાદોરી સમાન આ બ્રિજ ઉપરથી પાણી ફરી વળતા લોકોનું આવાગમન બંધ થઈ જવા પામ્યો છે. દર ચોમાસે સામાન્ય વરસાદ થતાં જ તાન નદી ઉપર બનેલો આ ચેકડેમ કોઝવે વરસાદી પાણી આવતા ડૂબી જાય છે. જેના કારણે લોકોને આવવા જવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે પણ વહેલી સવારથી પડેલા વરસાદને કારણે નદીમાં નીર આવતા ડુબાણમાં જવા પામ્યો છે.

કેળવણી ગામે લાવરી નદીમાં કોઝવે ડૂબ્યો: ધરમપુરના ઊંડાણના ગામોમાં આજે પણ નદીઓ ઉપર માત્ર ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યા છે. એ તમામ નીચાણવાળા હોવાને કારણે સામાન્ય વરસાદ થતાં જ નદીઓમાં આવતા પુને લઈને આ તમામ કોઝવે ઉપરથી વરસાદી પાણી અને નદીના પાણી ફરી વળે છે. જેના કારણે અનેક ગામોના સંપર્ક કપાઈ જતા હોય છે. જ્યાં સુધી આ પાણી ન ઉતરે ત્યાં સુધી વાહનચાલકો કે રાહદારીઓ પણ ચાલીને જઈ શકતા નથી. આજે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કેળવણી ગામેથી વહેતી લાવરી નદીમાં પૂર આવતા ચેકડેમ કમ કોઝવે ડૂબી જતા લોકોની અવરજવર બંધ થઈ જવા પામી હતી.

કાકડકુવામાં કૂવો જમીનમાં ધસી ગયો : ધરમપુર નજીકના કાકડકુવા ગામે વધુ વરસાદને કારણે સડક ફળિયામાં ખેતરમાં પીવાના પાણી માટે બનાવવામાં આવેલો વર્ષો જૂનો કૂવો અચાનક જમીનમાં ધસી ગયો છે. વધુ વરસાદને કારણે જમીન પોચી થઈ જતા કૂવાની ફરતે બનાવવામાં આવેલી દીવાલ સીધી જમીનમાં બેસી જવા પામી છે જેના કારણે હવે કૂવાનું પાણી પીવાલાયક રહ્યું નથી.

જિલ્લામાં વરસાદી માહોલ યથાવત: વલસાડ જિલ્લામાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. આગામી બે જુલાઇ સુધી હવામાન વિભાગે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેને પગલે જિલ્લામાં હજુ પણ વરસાદીમાં હોલ સતત યથાવત રહે તેવી શક્યતાઓ છે. ત્યારે હાલ તો સતત વરસાદ વરસી રહ્યો છે.

  1. Gujarat Monsoon: વલસાડમાં વ્હાલ વરસાવતા વર્ષારાણી, ઓરેન્જ એલર્ટ ને વિઝિબિલિટી ઝીરો
  2. Valsad News : સંજાણમાં પહેલા વરસાદમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું, રેલવેની માટી અટકાવવા પ્લાસ્ટિક પાથર્યું, 10 કલાકમાં 3 અકસ્માત
  3. Valsad News: અનોખી પરંપરા, સારા પાક અને વરસાદ માટે વરસાદી દેવની પૂજા

ABOUT THE AUTHOR

...view details