વલસાડના બ્રિજ પર લાંબુ ગાબડું પડતા કોન્ટ્રાકટર દોડતો થયો વલસાડ : જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને લઈને હવે તેની સીધી અસર રોડ રસ્તાઓ પર દેખાઈ રહી છે. વરસાદના કારણે આજરોજ ડુંગરી નજીક આવેલા મિર્છોલી ખાડીના બ્રિજ પર મસ મોટું ગાબડું પડતા નેશનલ હાઇવે નંબર 48નો વાહન વ્યવહાર ખોવાયો હતો. મસ્ત મોટું ગાબડુંના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાયો હતો. જેને લઇને ડુંગરી પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે સમગ્ર મામલો ગાબડું પડતા તેના રીપેરીંગની કામગીરી પણ હાથ ધરાઈ હતી.
બ્રીજના સળિયા દેખાયા :વરસાદના કારણે મિર્છોલી ખાડીના બ્રિજ પર વચોવચ ગાબડું પડી જતા લોખંડના સળિયા દેખાતા થઈ જવા પામ્યા હતા. ગાબડું એટલું મોટું હતું કે, બ્રિજ પર માત્ર એક તરફની લાઈન ચાલુ રાખીને વાહનો પસાર કરવાની ફરજ પડી હતી. અચાનક પડેલા હાઇવે પર ગાબડાને પગલે કોન્ટ્રાકટર દોડતો થઈ ગયો હતો.
આ ગાબડાને 7 દિવસમાં રીપેર કરી દેવામાં આવશે. હાલ તો ગાબડું રીપેર કરવા માટે યુદ્ધના ધોરણે વરસતા વરસાદમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. - નીરવ પટેલ (કોન્ટ્રાક્ટર)
વાહનોની લાંબી લાઈન : બ્રિજમાં પડેલા ગાબડાને લઈને તેના સમારકામ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને અમદાવાદ મુંબઈ હાઇવે ડુંગરી નજીકમાં મીરછોલી ખાડી પર એક જ તરફનો ટ્રેક વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. હાઇવે પર ડુંગરી નજીક વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. વાહન ચાલકોને કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. આમ વરસાદને પગલે બ્રિજ પર 5 ફૂટ લાંબુ ગાબડું પડતા તંત્ર દોડતું થયું હતું અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે.
- Rajkot News : રાજકોટમાં નવા બનેલા પુલ પર ગાબડું પડતા કોંગ્રેસે હવન કર્યો
- Banaskantha News : ડીસામાં ધોળા દિવસે હેડલાઈટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ, જાણો સમગ્ર વિગત આ અહેવાલમાં...
- Vadodara News : વડોદરામાં ટ્રાફિક સમસ્યા માટે વીએમસીની બેદરકારી જવાબદાર? સિટી બસો ઓછી મૂકતાં રિક્ષાઓનું અતિશય ભારણ વધ્યું