ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં થતી ચોરીને અટકાવવા 6 ટીમ બનાવી

વલસાડ: તાલુકામાં ડુંગરી પાસે એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટનું પ્રમાણ વધી રહ્યું છે. મંગળવાર રાત્રે એક આંગડીયા પેઢીનો યુવક સુરત તરફ મુસાફરી કરી રહ્યો હતો. જે દરમિયાન 5 લૂંટારુઓ તેને માર મારી તેની પાસેથી થેલો ઝુંટવી ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની ફરિયાદ વલસાડ રેલવે પોલીસમાં નોંધવામાં આવી હતી. ત્યારબાદ રેલવે પોલીસ સતર્ક થઈ છે અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે.

ટ્રેનમાં થતી ચોરીને અટકાવવા વલસાડ રેલવે પોલીસે 6 ટીમો બનાવી

By

Published : Nov 20, 2019, 9:48 PM IST

વલસાડ મંગળવાર સાંજે કચ્છ એક્સપ્રેસ ટ્રેન નંબર 22955ના બીજા કોચમાં MST કાંતિલાલ આંગળીયા પેઢીમાં કામ કરતાં પ્રવિણસિંહ રાજપૂત સુરત તરફ મુસાફરી કરી રહ્યાં હતા. તેમની પાસે આંગડીયા પેઢીના કાગળો, સોના-ચાંદી અને રોકડ રૂપિયા મળી કુલ 50થી 60 લાખનો મુદ્દામાલ હતો.

ટ્રેન જ્યારે ડુંગરી બાલાજી કંપનીથી પસાર થતાં ધીમી પડી તે દરમિયાન ટ્રેનમાં ઉભેલાં 5 પૈકી એક વ્યક્તિએ તમંચો તાકી પ્રવિણ પાસેથી થેલો ઝૂંટવી લીધો હતો. થેલો પાછો મેળવવા માટે તેની અને લૂંટારુ વચ્ચે ખેંચતાણ થઈ હતી. જેમાં પ્રવિણસિંહને માથાના ગંભીર ઈજા થઈ હતી.

વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં થતી ચોરીને અટકાવવા 6 ટીમ બનાવી

પ્રવિણસિંહ રાજપૂત (ફરિયાદી)એ આ ઘટનાની જાણ વલસાડ રેલવે પોલીસને કરી હતી. જે બાદ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. સાથે પોલીસે ચોરને દબોચવા માટે 6 ટીમો બનાવી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ LCB ટીમ અને વલસાડ ડી સ્ટાફ ટીમો તપાસમાં જોતરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે, પોલીસે એક્સપર્ટનો સંપર્ક કરીને એક્સપર્ટ આ પાંચેય લૂંટારુઓના સ્કેચ બનાવી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details