વલસાડ: એક બંગલામાં ચાલતી હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી (high profile party of 31st) પર વલસાડ પોલીસએ છાપો મારતા (Valsad police raid) ચકચાર મચી ગઇ છે. કાપડના વેપારી અને મોબાઈલના વેપારીને પોલીસે 31 ડિસેમ્બર (Valsad 31st Celebration)ની મોજ કરતા ઝડપી લીધા છે. તેમની પાસેથી સ્થળ ઉપરથી બી.એમ.ડબ્લ્યુ મળી 4 કાર 8 મોબાઈલ સહીત 56.34 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો છે.
પોલીસે રંગમાં પાડ્યો ભંગ
વલસાડ પોલીસએ 31 ડિસેમ્બરની મહેફિલ માણતા મોટા ઘરના નબીરાઓને ઝડપી પાડયા (Valsad police arrest ) હતા. વલસાડના સેગવી રોડ પર આવેલી સૂર્ય દર્શન સોસાયટીના હિતેશ બલસારાના બંગલામાં ચાલતી હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર અચાનક બાતમીને આધારે રેડ કરતા નાસભાગ મચી ગઇ હતી. જેમાં કુલ 8 જેટલા નબીરા ઝડપાઇ જતા પોલીસ મથક ઉપર તેમને છોડાવવા માટે તેમના પરિજનોની ભીડ જામી હતી.
મોંઘીદાટ કાર લઈ ફરતા વેપારી
મોંઘીદાટ કાર લઈને ફરતા નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વલસાડ સીટી પોલીસએ 8 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં સફળતા સાપડી છે.