વલસાડઃ વલસાડ જિલ્લામાંથી પગપાળા વતન તરફ જતા લોકોને વલસાડ પોલીસે સરીગામ શેલ્ટર હોમમાં અશ્રય આપ્યો છે. આ શેલ્ટર હોમના લોકોએ દાલબાટી ખાવાની ઈચ્છા વ્યક્ત કરતા વલસાડ જિલ્લા પોલીસ વડા અને DYSP વાપીએ તમામને સ્વાદિષ્ટ દાલ બાટી ખવડાવી "CARE BY VALSAD POLICE ’’ લખેલ ટીશર્ટનું વિતરણ કર્યું હતું. વલસાડ પોલીસની આ માનવતા શેલ્ટર હોમના લોકો ક્યારેય નહીં ભૂલે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
25માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે સમયગાળા દરમિયાન વલસાડ જિલ્લાના સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠમાં બનાવેલા શેલ્ટર હાઉસમાં જુદા જુદા રાજ્યોમાંથી આવેલા અને પગપાળા વતન તરફ જવા નીકળેલ 150 જેટલા પરપ્રાંતીય મજુરો (સ્ત્રી, પરૂષ, બાળકો)ને રાખવામાં આવેલા છે. વલસાડ જિલ્લાના પોલીસવડા સુનીલ જોષી તથા વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. જાડેજા અવાર નવાર આ શેલ્ટર હોમની મુલાકાત લઇ શેલ્ટર હોમમાં રાખેલા લોકોના ખબર અંતર પુછી- તેઓને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા મળી રહે તેનું સતત ધ્યાન રાખે છે.