- પ્રથમ રાઉન્ડમાં 546 કર્મચારીને અપાશે વેક્સિન
- જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીએ વેક્સિન લીધી
- આવનાર દિવસમાં 1400 કર્મચારીને વેક્સિન અપાશે
વલસાડમાં વેક્સિનના બીજા તબક્કામાં પોલીસ જવાનોને વેક્સિન અપાઈ - GUJARAT
વલસાડ જિલ્લામાં બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમા પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 546 કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે.
વલસાડ: પોલીસ જવાનોને વેક્સિન અપાઈ
વલસાડ: જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસના જવાનોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા સહિત DYSP દ્વારા પણ વેક્સિન લેવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં બીજા તબક્કાનું પ્રથમ રાઉન્ડનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમા પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 546 કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હતી.