ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ પોલીસે વાહન ચોરી કરનાર 5 વ્યક્તિઓની ધડપકડ કરી - Interstate theft gang

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરી કરી વાહનોને રી-પાર્સિંગ કરાવી વેચી નાખવાના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરી રીઢા 3 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આ સાથે ચોરીના 13 ટ્રક અને 2 કાર મળી કુલ 1,14,10,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

vhahan
વલસાડ પોલીસે વાહન ચોરી કરનાર 5 વ્યક્તિઓની ધડપકડ કરી

By

Published : Aug 27, 2021, 12:19 PM IST

  • વલસાડ પોલીસે ચોરીના વાહનોનું રી-પાર્સિંગ કરી વેચી દેવાના રેકેટનો કર્યો પર્દાફાશ
  • આંતરરાજ્ય રેકેટમાં 3 આરોપીઓની ધરપકડ કરી
  • 1.14 કરોડના 15 વાહનો પણ જપ્ત કર્યા

વલસાડ: જિલ્લાના ભિલાડ ખાતે રહેતા 2 વ્યક્તિઓ અને દમણમાં રહેતા એક વ્યક્તિને વલસાડ પોલીસે ચોરીના 13 ટ્રક, 2 કાર મળી કુલ 1.14 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ઈસમો દિલ્હી, મહારાષ્ટ્ર, યુપીમાંથી ટ્રક ચોરી કરી દમણમાં તેના એન્જીન નંબર, ચેસીસ નંબર બદલી દમણ પાર્સિંગનું રજિસ્ટ્રેશન કરી અન્ય ગ્રાહકોને વેચી દેતા હતાં. વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)ની ટીમે આ કૌભાંડ પકડી મહત્વની સફળતા મેળવી છે.

8 થી 10 લાખમાં વેચી નાખતા હતા ચોરીના વાહનો

જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપ સિંહ ઝાલાએ વાપીમાં પત્રકાર પરિષદ યોજી LCB ની ટીમે મેળવેલી મહત્વની સફળતા વિશે જાણકારી આપી હતી. વલસાડ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે," વલસાડ LCBની ટીમે બાતમી આધારે ભિલાડના 2 વ્યક્તિ મોહંમદ ઝાબિર અબ્દુલ ગફાર શેખ, મોહમ્મદ સલમાન મોહંમદ શકીલને તથા દમણમાં રહેતા મહમુદ રમઝાન ખાન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, તેઓ દિલ્હી, યુપી, મહારાષ્ટ્રમાંથી ટ્રક-કાર ચોરી કરી તે ટ્રકના ચેસીસ નંબર, એન્જીન નંબર સાથે ચેંડા કરી, ટોટલ લોસ થયેલ વાહનોની આર. સી. બુકની નાગાલેન્ડ, અસમ, અરુણાચલ રાજ્યના RTO માંથી NOC મેળવી દમણ RTO માં રી-પાર્સિંગ કરી જરૂરિયાતમંદ ગ્રાહકોને 8થી 10 લાખમાં વેચી નાખતા હતાં". પોલીસે હાલ આ આરોપીઓ પાસેથી ચોરીની 13 ટ્રક, 2 કાર મળી કુલ 15 વાહનો કબ્જે કર્યા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ પોલીસે વાહન ચોરી કરનાર 5 વ્યક્તિઓની ધડપકડ કરી

આ પણ વાંચો : ભારતે કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટોની સખત નિંદા કરી

2 આરોપીઓ વોન્ટેડ

વલસાડ LCBએ 3 આરોપીઓ સાથે જપ્ત કરેલ 15 વાહનો, અલગ અલગ ચેસીસ નંબરના લોખંડના ટુકડાઓ, મોબાઈલ ફોન મળી કુલ કિંમત 1,14,10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેકેટમાં સંડોવાયેલ અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પકડાયેલ ઈસમો રીઢા વાહન ચોર છે. જેમાં મોહંમદ સલમાન મોહંમદ શકીલ વાપી-મહારાષ્ટ્રના 2 ગુન્હામાં વોન્ટેડ હતો, ઝાબિર અબ્દુલ ગફાર અને મહમુદ રમઝાન ખાન મહારાષ્ટ્રના એક-એક ગુન્હામાં વોન્ટેડ હતા. વલસાડ પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી 2 મહારાષ્ટ્રના અને 2 દિલ્હી ના ગુન્હાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે.

આ પણ વાંચો :સોનુ સૂદ 'દેશ કે મેન્ટર્સ' પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર બનશે, દિલ્હી સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરશે

ચોરીના વાહનો ઉદ્યોગોમાં માલસામાનની હેરફેરમાં વપરાતા હતાં

જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ આપેલી વિગતો મુજબ પકડાયેલા આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલા તમામ વાહનો દમણ અને સેલવાસથી કબ્જે કરવામાં આવ્યાં છે. સ્થાનિક ગ્રાહકોએ આ વાહનો ખરીદ્યા હતાં. અને ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઉદ્યોગોમાં માલસામાનની હેરફેર માટે વપરાતા હતાં. પકડાયેલ ચોર પાર્ક કરેલ વાહનોના લોક તોડી ચોરી કરી વલસાડ-દમણમાં લાવતા હતાં. પોલીસે હાલ ત્રણેય મુખ્ય આરોપીઓને દબોચી વધુ તપાસ માટે વાપી GIDC પોલીસને સુપ્રત કર્યા છે. યુપીમાં ચાલતા વાહન ચોરીના કૌભાંડમાં અને વર્ષ 2016-17માં ચોરી કરેલા વાહનોમાં પકડાયેલ અન્ય વ્યક્તિઓ સાથે પણ આ વ્યક્તિઓ સંકળાયેલા હોવાની શંકા આધારે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details