- વલસાડ પોલીસે 14 શખ્સોની ધરપકડ કરી
- ખોટા RT-PCR સાથે ગુજરાતમાં પ્રવેશવા માગતા હતાં
- પોલીસની સતર્કતાએ ઝડપી લીધા
વલસાડ: મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા કેટલાક લોકો ખોટા RT-PCR રિપોર્ટ બનાવી ભિલાડ ચેકપોસ્ટથી પ્રવેશ મેળવવા કોશિશ કરતા હોય છે. જો કે વલસાડ જિલ્લાની સતર્ક પોલીસ આવા લોકોના કારસ્તાન પકડી પાડવામાં સફળતા મેળવી લે છે. ત્યારે ગુરુવારે મુંબઈથી ખોટા RT-PCR રિપોર્ટ બનાવી ગુજરાતમાં પ્રવેશતા 14 લોકોને ઝડપી પાડ્યા હતાં.
વલસાડ જિલ્લા પોલીસવડાએ મીડિયાને વિગતો આપી હતી
ભિલાડ ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્ર ગુજરાતની સરહદે હાલ આરોગ્ય અને પોલીસ વિભાગે ચેકપોસ્ટ ઉભી કરી છે. આ ચેકપોસ્ટ પર ગુજરાતમાં પ્રવેશતા લોકોનો 72 કલાકનો RT-PCR રિપોર્ટ હોય તો જ પ્રવેશ આપવામાં આવે છે, ત્યારે ગુરુવારે ભિલાડ ચેકપોસ્ટ પર આરોગ્યની અને પોલીસની ટીમે ખોટા RT-PCR રિપોર્ટ બનાવી ગુજરાતમાં પ્રવેશ મેળવતા 14 શખ્સોને પકડી પાડ્યા હતાં. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડાએ મીડિયાને વિગતો આપી હતી.
આ પણ વાંચો :7 રાજ્યમાંથી આવતા લોકોને હિમાચલ પ્રદેશમાં આવવા માટે RTPCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઇએ