- આંતર રાજ્યમાં ગૌતસ્કરી કરી વેચવાનું ચાલતું હતું કૌભાંડ
- 3થી 4 હજાર માં ગાય ખરીદી મહારાષ્ટ્રમાં 6 હજારમાં વેચી દેતા હતા
- વલસાડ પોલીસે 24 કલાકમાં ગુનામાં સંડોવાયેલા 10ને દબોચી લીધા
વલસાડ: ડુંગરી ખાતે ગૌરક્ષક હાર્દિક કંસારાને ગૌ તસ્કરો દ્વારા ટેમ્પાથી અડફેટે લઇ મોત નિપજાવવાના બનાવમાં વલસાડ પોલીસે ( valsad police ) માત્ર 24 કલાકમાં આ ગુનામાં સંડોવાયેલા 10 શખ્સોને ઝડપી પાડયા હતા. ગૌરક્ષકના મોતને લઈને વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરીને ટેકનિકલ તથા ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના નામ સરનામા અને ફોટોગ્રાફ્સ મેળવી તમામ ટીમ દ્વારા અહમદનગર, નાસિક, ભીવંડી, માલેગાવ અને થાણે જગ્યાઓમાં જઈ તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા.
વલસાડ જિલ્લાના અલગ-અલગ તાલુકામાંથી ગાયો ખરીદી લેતા અને ટેમ્પો મારફતે હેરાફેરી કરતા
પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં અતુલ ખાતે રહેતા અન્સાર શેખ તથા ધુમાડિયા ફળિયાનો ઝાકીર અલ્લાહરખ્ખુ શૈખ બંને મળીને ધરમપુર પારડી અને વલસાડ તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓના ખરીદ વેચાણ કરનારા અલી મુરાદ મીરખાન અકબર આલીશર તથા રાજુ આહીર રહે બારસોલ પાસેથી ગાય અને બળદની ખરીદી કરી અન્ય આરોપીઓને વેચી ટેમ્પો મારફતે હેરફેર કરતા હતા.
આ પણ વાંચો:વલસાડનાં ડુંગરી નજીક 11 ગૌવંશને બચાવવા જતા ટેમ્પો ચાલકે ગૌરક્ષક ઉપર ટેમ્પો ચડાવી દેતા ગૌરક્ષકનું મોત