- ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ભરાત બંધનું એલાન
- કોંગ્રેસ પાર્ટી ભારત બંધ દરમિયાન ખેડૂતોના સંર્થનમાં
- વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં કોંગી કાર્યકરો ડિટેઈન કરાયા
વલસાડ: આજે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં સુરક્ષા અને શાંતિની સ્થિતિ કથળે નહીં તે માટે જિલ્લા કલેકટર દ્વારા કલમ 144 લાગૂ કરવામાં આવી હતી. બીજી તરફ ભારત બંધના એલાનને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા જિલ્લાના તમામ કોંગ્રેસી કાર્યકરો પગલા લઈ જિલ્લા પ્રમુખને ભિલાડ ખાતે ડિટેઇન કરવામાં આવ્યા હતા. તો વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે વલસાડ સીટી પોલીસ સહિતનો કાફલો સવારથી પહોંચી ગયો હતો.
વલસાડ પોલીસે કોંગ્રેસ કાર્યાલયથી ત્રણ કાર્યકરોને ડિટેઇન કર્યા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસીઓ આવે તે પહેલાં પોલીસ પહોંચી ગઈ
ભારત બંધના એલાનને પગલે વલસાડ જિલ્લામાં કોંગ્રેસીઓ દ્વારા કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવે નહીં તે માટે વલસાડ સીટી પોલીસનો કાફલો વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યાલયે પહોંચી ગયો હતો. કોંગ્રેસી કાર્યકરો જેવા કાર્યાલય ઉપર એકત્ર થયા ત્યારે વલસાડ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય જયશ્રીબેન પટેલ, રોનક શાહ, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ રાહીલ શેખ, જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રીને કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ડિટેઇન કરવામાં આવ્યા હતા.
વલસાડ પોલીસે કોંગ્રેસ કાર્યાલયથી ત્રણ કાર્યકરોને ડિટેઇન કર્યા આમ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં કોઈ પણ સ્થળે કોંગ્રેસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે અને ફરજિયાત દુકાનો બંધ કરવામાં આવે તે પહેલાં જ કોંગી કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.