ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ પોલીસે અઢી કરોડની કાર ડિટેઈન કરી, સેલ્ફી પડાવવા પોલીસ મથકમાં લોકો ટોળે વળ્યા - જેગવાર કાર થઈ ડીટેઈન

વલસાડઃ જિલ્લાના એક બિલ્ડરના પુત્રની 2.44 કરોડની મોંઘીદાટ જેગુઆર કારને વલસાડ સીટી પોલીસે નંબર પ્લેટ ન હોવાથી રોકીને તપાસ કરી હતી. પુછપરછમાં કરતાં માલૂમ પડ્યું કે મોંઘી કારનું બિલ્ડર પુત્રએ પાર્સિંગ કરાવ્યું જ નથી. જેના કારણે વલસાડ સીટી પોલીસે કારને ડીટેઈન કરી દેતા ચકચાર મચી ગઇ હતી. તો પોલીસ સ્ટેશનની બહાર પડેલી લાલ રંગની મોંઘીદાટ જેગુઆર કાર સાથે ફોટો પડાવવા માટે અનેક લોકો ટોળે વળ્યા હતા.

વલસાડ પોલીસે 2 કરોડ 44 લાખની જેગવાર કાર કરી ડિટેઇન

By

Published : Oct 17, 2019, 7:44 PM IST

સીટી પોલીસ મથકના PIના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરે તેઓ વલસાડના તિથલ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક લાલ રંગની મોંઘીદાટ કાર સાઇલેન્સરના બમણા અવાજ સાથે આંટા મારી રહી હતી. આ ગાડી ઉપર નંબર પ્લેટ પણ નહોતી. જેના કારણે પોલીસે કારના માલિક મયંક બીપીનભાઈને પૂછપરછ કરતા તેમની પાસે નંબર પ્લેટ અંગે તો કોઈ જવાબ હતો જ નહીં સાથે સાથે આરટીઓમાં પાર્સિંગ પણ કરાવી ન હતી.

વલસાડ પોલીસે 2 કરોડ 44 લાખની જેગુઆર કાર કરી ડિટેઇન

જેના કારણે પોલીસે 2કરોડ 44 લાખની કારને ડિટેઈન કરી લીધી હતી.આ મોંઘી લાલ રંગની કાર આ બિલ્ડર પુત્રએ અમદાવાદથી ખરીદી હતી. 490 કિલોમીટર જેટલી ફેરવી પણ હતી. પોલીસે કાર માલિકને દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ સિટી પોલીસ મથકમાં કાર સાથે સેલ્ફી પડાવવા લોકો ભેગા થયા હતાં.

ABOUT THE AUTHOR

...view details