ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ પોલીસે દારૂ પીધેલા 1,587 લોકોની અટકાયત કરીને ઉજવ્યું નવુ વર્ષ

વલસાડ : સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને મહારાષ્ટ્રની સરહદે આવેલો વલસાડ જિલ્લો હોવાથી દર વર્ષે 31 ફર્સ્ટની રાત્રિએ અને ન્યૂ યરની ઉજવણીમાં દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા પીધેલાઓ લોકો પર વલસાડ પોલીસ કાર્યવાહી કરે છે. જે અંતર્ગત વલસાડ પોલીસે વર્ષ 2020ના છેલ્લા દિવસે અને વર્ષ 2021ના પ્રથમ દિવસે તમામ ચેકપોસ્ટ પરથી 1,587 લોકોની અટકાયત કરી નવા વર્ષને આવકાર્યું હતું.

valsad police
valsad police

By

Published : Jan 2, 2021, 8:25 PM IST

Updated : Jan 2, 2021, 9:00 PM IST

  • વલસાડ પોલીસે 1587 પીધેલાઓની અટક કરી
  • દર વર્ષની સરખામણીએ આ વર્ષે પીધેલાઓની સંખ્યા વધી
  • પોલીસે ચુસ્ત નાકાબંધી કરી પીધેલાઓનો નશો ઉતાર્યો

વલસાડ : જિલ્લાના 13 પોલીસ સ્ટેશન દ્વારા તમામ મુખ્ય ચેકપોસ્ટ પર 31stની ઉજવણીને ધ્યાને રાખી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 31મી ડિસેમ્બર અને 1લી જાન્યુઆરી એમ બે દિવસમાં કુલ 1,587 દારૂ પીધેલા લોકો સામે કાર્યવાહી કરી હતી.

વલસાડ પોલીસે દારૂ પીધેલા 1,587 લોકોની અટકાયત કરીને ઉજવ્યું નવુ વર્ષ

વાપી ટાઉનમાં સૌથી વધ કેસ

વલસાડ જિલ્લાના વાપી ડિવિઝન હેઠળના પોલીસ મથક મુજબ થયેલા કેસની વાત કરીએ તો 31મી ડિસેમ્બરના વાપી ટાઉન પોલીસ મથકમાં 110, વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં 78, ઉમરગામમાં 94, મરીનમાં 27, ડુંગરામાં 60 અને નાનાપોન્ડા પોલીસ મથકમાં 51 લોકોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. એ જ રીતે 1લી જાન્યુઆરી, 2021ના પ્રથમ દિવસે વાપી ટાઉનમાં 148, વાપી જીઆઇડીસીમાં 81, ઉમરગામમાં 7, કપરાડામાં 22, ડુંગરામાં 141, નાનાપોંઢામાં 15 મળી કુલ બે દિવસમાં 965 પીધેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં જ જામીન આપ્યા

પારડી પોલીસ મથકમાં સૌથી વધુ કેસ નોંધાયા

વલસાડ જિલ્લાના અન્ય પોલીસ મથકની વાત કરીએ તો 31stના દિવસે વલસાડ સિટીમાં 100, વલસાડ રૂરલમાં 43, ધરમપુરમાં 54, પારડી પોલીસ મથકમાં સૌથી વધુ 216 અને ડુંગરીમાં 68 મળી કુલ 481 પીધેલાઓની અટક કરી હતી. પહેલી જાન્યુઆરી 2021ના વલસાડ સિટીમાં 43 વલસાડ રૂરલમાં 12, પારડીમાં 52, ડુંગરીમાં 34 મળી કુલ 141 પીધેલાઓને પકડી બે દિવસમાં કુલ 622 પીધેલાઓ સામે કેસ કર્યા હતા. જેમાં 567 દીધેલા, બે કબ્જા હેઠળના, 53 મોટર વ્હિકલ એક્ટ હેઠળના પીધેલાઓનો સમાવેશ થાય છે.

વલસાડ પોલીસે 1587 પીધેલાઓની અટક કરી

પોલીસ સ્ટેશનમાં જ જામીન આપ્યા

વલસાડ જિલ્લાના DYSP વી. એમ. જાડેજાના જણાવ્યા મુજબ, જિલ્લામાં બે દિવસ ચાલેલી ડ્રાઈવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુલ 1,587 પીધેલાઓની ધરપકડ કરી હતી. દારૂ પીવાનો ગુનો જામીન લાયક હોવાથી મોટા ભાગના પીધેલાઓને જે તે પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડવામાં આવ્યા હતા. જેને કારણે કોર્ટ સુધી લઈ જવાની કામગીરીમાંથી પોલીસને રાહત મળી હતી.

પોલીસે ચુસ્ત નાકાબંધી કરી પીધેલાઓનો નશો ઉતાર્યો

તબીબી ટીમ તૈનાત કરી

ઉલ્લેખનીય છે કે, વલસાડ પોલીસ દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી તબીબી ટીમ પણ તૈયાર રાખી હતી. તમામ પીધેલાઓના એન્ટિજન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ કરાવ્યા હતા. તેમજ ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કર્યું હતું.

Last Updated : Jan 2, 2021, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details