ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદે વલસાડ જિલ્લા પોલીસનું સઘન ચેકીંગ

વલસાડ જિલ્લાના તલવાડા ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા વાહનોનું જિલ્લા પોલીસ સઘન ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં મુંબઈ એરપોર્ટથી આવતા પ્રવાસીઓની નોંધણી કરી ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે.

By

Published : Aug 25, 2020, 9:48 PM IST

valsad police
ગુજરાત મહારાષ્ટ્રની સરહદે વલસાડ જિલ્લા પોલીસનું સઘન ચેકીંગ

  • ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ ચેકિંગ
  • તલવાડા ચેકપોસ્ટ પાસે વલસાડ પોલીસે હાથ ધર્યું ચેકિંગ
  • ખાસ કરીને મુંબઇ એરપોર્ટથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ
  • તમામ પ્રવાસીઓ તથા વાહનચાલકોની કરાઇ રહી છે નોંધણી

વલસાડઃ એક તરફ કેન્દ્રીય મંત્રાલય દ્વારા દેશના તમામ રાજ્યોની સરહદ પર અન્ય રાજ્યના વાહનચાલકોને રોકવા નહીં તેવી સૂચના આપવામાં આવી છે. જેને લઇ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી ગુજરાતની સરહદને ખોલી દેવામાં આવી છે. આ સાથે જ વલસાડ પોલીસ દ્વારા તલવાડા ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે.

ગુજરાત મહારાષ્ટ્રની સરહદે વલસાડ જિલ્લા પોલીસનું સઘન ચેકીંગ

વલસાડ જિલ્લામાં સામાજિક સંસ્થાના સ્વંયસેવકોની મદદથી ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે તલવાડા ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા વાહનચાલકોની વિગતો નોંધી ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.

ગુજરાત મહારાષ્ટ્રની સરહદે વલસાડ જિલ્લા પોલીસનું સઘન ચેકીંગ

ખાસ કરીને તલવાડા ચેકપોસ્ટ પર મુંબઈ એરપોર્ટથી આવતા વાહનચાલકો-પ્રવાસીઓની વિગતો જાણી તેની નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેમને ગુજરાતમાં ગંતવ્ય સ્થાન તરફ જવા દેવામાં આવી રહ્યા છે.

ગુજરાત મહારાષ્ટ્રની સરહદે વલસાડ જિલ્લા પોલીસનું સઘન ચેકીંગ

ABOUT THE AUTHOR

...view details