વાપી31stની ઉજવણીમાં દારૂની મહેફિલ માણનારા અને દારૂ પીને વાહન ચલાવનારા શરાબીઓ ઉપર વલસાડ પોલીસે તવાઈ બોલાવી છે. વલસાડ જિલ્લામાં 30મી ડિસેમ્બરે તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ (Gujarat Interstate Checkpost) પર ચેકિંગ હાથ ધર્યું હતું. આમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશને (Vapi Town Police Station) દમણમાંથી પીને આવતા દારૂ પીધેલાઓ, વાહનચાલકો સહિત 180 જેટલા લોકોની (Valsad Police Checking for drunkard) અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ મથક દારૂડિયાઓથી અને દારૂડિયાઓના પરિવારોથી ઉભરાયુંવલસાડ પોલીસ દર વર્ષે (Valsad Police Checking for drunkard) વર્ષના અંતિમ દિવસે દમણમાં કે અન્ય સ્થળો પર દારૂની મહેફિલ માણનારા પર તવાઈ બોલાવે છે. 30મી ડિસેમ્બર અને 31મી ડિસેમ્બરે આ માટે ખાસ પીધેલા પકડવાની ડ્રાઈવ ચલાવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ 30મી ડિસેમ્બરે જ દારૂની મહેફિલ માણવા દમણ ગયેલા અને દારૂ ને પરત આવતા પીધેલાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરતા વાપી ટાઉન પોલીસ મથક જ 180 થી વધુ દારૂડિયાઓથી અને દારૂડિયાઓના પરિવારોથી ઉભરાયું છે.
પીધેલાઓ માટે પોલીસ મથક માં મંડપ બાંધવામાં આવ્યોવલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસની (Vapi Town Police Station) ટીમે 6 જેટલી ચેકપોસ્ટ ઉપર પીધેલા પકડવાની ઝુંબેશમાં દમણથી ગુજરાતમાં આવતા વાહન ચાલકોની બ્રેથ એનલાઈઝર (Checking for drunkard with breathalyzer machine) વડે ચકાસણી શરૂ કરી હતી. ચેકપોસ્ટ ઉપર પસાર થતા તમામ વાહનો કાર, બાઈક, રીક્ષા કંપનીની બસો સહિત કડકાઈથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.