વલસાડઃ સીટી પોલીસની કોમ્બિગ નાઈટ હોવાથી પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડના મોગરવાડી વિસ્તારમાં એક કારમાં નંબર Gj 21 AA 1356માં 6 યુવાનો મોટે મોટેથી મ્યુઝિક વગાડી રાત્રી દરમિયાન ફરી રહ્યા હતા.
આ યુવાનો પર પોલીસને શંકા જતા અટકાવી પૂછપરછ કરતા આ યુવકો યોગ્ય જવાબ આપી શક્યા નહીં. જેથી કારની તપાસ કરતા કારમાંથી ત્રણ ચપ્પુ એક પંચ જેવા ઘાતક હથિયાર રોકડ રૂપિયા 19,500 મળી આવ્યા હતા.
6 યુવાનો હથિયાર સાથે કારમાં ફરી રહ્યા હોવાથી વલસાડ પોલીસે યુવાનોને ઝડપી પાડી જેલની હવા ખવડાવી આ સંદર્ભે વલસાડ સીટી પોલીસે રાત્રી દરમિયાન આ 6 યુવકો કોઈ ગુનાને અંજામ આપવા અંગે તેમજ કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગેની પોલીસ ફરિયાદ નોંધી છે. આ 6 યુવકો રમઝાન સિંધી, હુસેન વ્હોરા, ગૌતમ રાઠોડ, સુનિલ રાઠોડ, દિનેશ રાઠોડ, ફેની રાઠોડની પોલીસે ધરપકડ કરી કાર અને હથિયારો કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
કારમાંથી હથિયાર મળી આવ્યા મહત્વનું છે કે, લોકડાઉન દરમિયાન રાત્રે 9થી સવારના 5 કલાક સુધી કડકપણે કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ કામ વગર કોઈપણ વ્યક્તિ બહાર ન નીકળે તે માટે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હાલ લોકડાઉન દરમિયાન પણ આ 6 યુવાનો હથિયાર સાથે કારમાં ફરી રહ્યા હોવાથી વલસાડ પોલીસે યુવાનોને ઝડપી પાડી જેલની હવા ખવડાવી છે.