ગુજરાત

gujarat

ETV Bharat / state

દોસ્ત દોસ્ત ના રહાઃ પૈસાની આપ-લેમાં મિત્રએ હત્યા કરતા ગુજરાત પોલીસ UP દોડી

વલસાડમાં પૈસાની લેવડદેવડમાં મિત્ર જ મિત્રની હત્યા કરીને (Valsad Crime News) ભાગી ગયો હતો. સાથે જ આરોપીએ ઝઘડામાં વચ્ચે પડેલા પોતાના ભાઈને પણ ઈજા પહોંચાડી હતી. તો પોલીસે આરોપીની ધરપકડ (Valsad Police arrested murder accused) કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મિત્ર સાથે પૈસાની લેવડદેવડ મિત્રને જ પડી ભારે, આરોપી હત્યા કરી ભાગ્યો તો પોલીસે UPથી કરી ધરપકડ
મિત્ર સાથે પૈસાની લેવડદેવડ મિત્રને જ પડી ભારે, આરોપી હત્યા કરી ભાગ્યો તો પોલીસે UPથી કરી ધરપકડ

By

Published : Dec 13, 2022, 9:13 AM IST

આરોપીએ પોતાના ભાઈને પણ કર્યો ઈજાગ્રસ્ત

વલસાડઅત્યારના સમયમાં પૈસાની લેવડદેવડ ખૂબ જ સમજીવિચારીને કરવી જોઈએ તેવું લાગી રહ્યું છે. કારણ કે, કેટલીક વાર સેવા કરવી મોંઘી પડી જાય છે. આવી જ એક ઘટના બની છે વલસાડ જિલ્લામાં. અહીં ઉમરગામ શહેરના ડમરૂવાડી વિસ્તારમાં (Umargam Damaruvadi area) પૈસાની લેવડદેવડમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી. તો આ ઝઘડામાં આરોપીનો ભાઈ વચ્ચે પડતા તેને પણ ઈજા પહોંચી હતી. ત્યારબાદ આરોપી ઉત્તરપ્રદેશ (arrested murder accused from UP) ભાગી ગયો હતો. તો વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વાપી ડિવિઝન DySPએ આપી માહિતી આ અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, 3 ડિસેમ્બરે ઉંમરગામ ડમરૂવાડી ખાતે અવંતકુમાર છોટેલાલ નામના યુવક (Valsad Crime News) અને અજિત ગણેશપ્રસાદ હરીજન નામના યુવક વચ્ચે પૈસાની લેવડદેવડને લઈ ઝઘડો થયો હતો. રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા અજિત હરિજને અવંતકુમાર પર ચાકુથી હુમલો કરી તેને ગળા, ખભાના ભાગે, હાથની આંગળી અને અંગૂઠા ઉપર ઈજા (Valsad Police arrested murder accused) કરી હતી.

આરોપીના ભાઈને પણ પહોંચી ઈજા તો આ ઝઘડામાં આરોપીનો ભાઈ (Valsad Crime News) કરણ ગણેશપ્રસાદ હરીજન વચ્ચે છોડાવવા જતાં તેને પેટના તથા હાથના ભાગે ઈજાઓ કરી હતી. ઘટનામાં અવંતકુમાર છોટેલાલ પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. જ્યારે આરોપી નાસી ગયો હતો.

પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવ્યાઘટનામાં (Valsad Police) આરોપીને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. તો એક ટીમને મુંબઈ મોકલી તપાસ કરતા આરોપી મુંબઈથી ટ્રેનમાં બેસીને વતન ઉત્તરપ્રદેશ જતો રહ્યો હોવાની વિગતો મળી હતી. એટલે ટીમ ઉત્તરપ્રદેશ પહોંચી હતી, જ્યાં કુશીનગર જિલ્લાના ગુનઈ કપરા ગામેથી સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. સાથે જ કુશીનગરની કસયા કોર્ટમાં રજૂ કરી ટ્રાન્જેક્શન વોરન્ટ મેળવી ઉમરગામ લાવી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા છે.

હત્યામાં વપરાયેલ ચાકુ કબ્જેપોલીસે (Valsad Police) આરોપીની ધરપકડ કરી આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલા ચાકુને પણ ઉંમરગામમાં નવી બની રિદ્ધિ હાઇટસ બિલ્ડીંગના બાધકામની પાછળના ભાગે આવેલ ખૂલ્લી પડતર જમીનમાં સંતાડયું હતું. તે કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details