ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ પોલીસે દારૂ લઈને જતાં એક શખ્સની કરી ધરપકડ - Valsad police arrested KHNH group president With alcohol

વલસાડઃ દમણથી લક્ઝરિયસ કારમાં બિયર અને દારૂની બોટલ લઈને જતાં આરોપીની વલસાડ પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેની પાસેથી મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં તે પોતાની દીકરીની બર્થડે પાર્ટીમાં દારૂ લઈને જતો હોવાનું અને તે KHNS ગ્રુપનો પ્રમુખ હોવાનું સામે આવ્યું હતું.

વલસાડ
વલસાડ

By

Published : Jan 4, 2020, 6:26 PM IST

ભરૂચમાં રહેતો આરોપી સુકનેશ ચૌહાણ પોતાની દીકરીની બર્થડે માટે પાર્ટી માટે દમણથી BMW કારમાં 63 બોટલ બિયર અને દારૂ ભરીને જતો હતો. જેની વલસાડ સિટી પોલીસને બાતમી મળતા સિટી પોલીસે ઓવરબ્રિજના ઉત્તર છેડે કાર દમણ તરફથી આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ઊભી ન રાખાતાં પોલીસે કારને સર્વિસ રોડ પર ઝડપી તપાસ કરી હતી. ત્યારે કરામાંથી બિયરની 63 બોટલો અને દારૂ મળીને કુલ 25,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વલસાડ પોલીસે દારૂ લઈને જતાં KHNH ગ્રુપના પ્રમુખની કરી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, આરોપી સૂકનેશ ચૌહાણ ભરૂચમાં કન્સ્ટ્રકશનનું કામ કરતો હતો. તેની BMW કાર પર ગુજરાત પ્રેસિડન્ટનું બોર્ડ હતું. જે અંગે પૂછતાં તેણે KHNS ગ્રુપનો ગુજરાતનો પ્રમુખ હોવાની કેફીયત વર્ણવી હતી. જોકે આ સંસ્થા છે કે કોઈ રાજકીય ગ્રુપ તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

ABOUT THE AUTHOR

...view details