ગુજરાત

gujarat

ETV Bharat / state

વૈશાલી બલસારા હત્યા કેસમાં પોલીસને મળી વધુ એક સફળતા - latest gujarat crime news

વલસાડમાં ચકચારી એવા ગાયિકા વૈશાલી બલસારા હત્યા કેસમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. તો આ આરોપીએ હત્યા બબિતાની હાજરીમાં જ થઈ હોવાનો ચોંકાવનારો ખૂલાસો કર્યો હતો. Valsad Police, Singer Vaishali Balsara Murder Case.

વૈશાલી બલસારા હત્યા કેસમાં પોલીસને મળી વધુ એક સફળતા
વૈશાલી બલસારા હત્યા કેસમાં પોલીસને મળી વધુ એક સફળતા

By

Published : Sep 7, 2022, 11:25 AM IST

વલસાડજિલ્લામાં ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કેસમાં (Vaishali Balsara Murder Case) નવા નવા વળાંક આવતા જાય છે. તેવામાં વલસાડ પોલીસે (Valsad Police) ત્રિલોક સિંહ નામના આરોપીને પંજાબના લુધિયાણા નજીકના એક ગામમાંથી ઝડપી પાડ્યો હતો. આ આરોપીએ વૈશાલીની હત્યા મુખ્ય સૂત્રધાર બબિતા શર્માની હાજરીમાં જ થઈ હોવાનો ચોંકાવનારો ખૂલાસો કર્યો હતો. તેમ જ બબિતાએ આપેલી 8,00,000 રૂપિયાની સોપારી પૈકી 1,80,000 રૂપિયા જ મળ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યૂં હતું.

આરોપીએ કર્યા ચોંકાવનારા ખૂલાસા

પંજાબથી ઝડપાયો આરોપીવૈશાલી બલસારા હત્યા કેસમાં વલસાડ પોલીસે (Valsad Police) મુખ્ય સૂત્રધાર બબિતા શર્માની ધરપકડ કર્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કારણ કે બબિતાના જણાવ્યાનુસાર, તેણે 8,00,000 રૂપિયામાં વૈશાલી બલસારાની હત્યા (Vaishali Balsara Murder Case) કરવા તેના મિત્રને સોપારી આપી હતી, જે પૈકી વધુ એક આરોપીને વલસાડ પોલીસે (Valsad Police) પંજાબના લુધિયાણા નજીકના એક ગામ માંથી ઝડપી લીધો હતો.

વલસાડ પોલીસે વિશેષ ટીમ બનાવીવૈશાલી બલસારાના હત્યા કેસને ડિટેક્ટ કરવા વલસાડ પોલીસે (Valsad Police) વિવિધ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ મળી વિશેષ ટીમો બનાવી ગુજરાત બહાર સોપારી લેનાર આરોપીને શોધી કાઢવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે, વલસાડ LCBના PI ગોસ્વામી તેમ જ પારડી પોલીસ મથકના PSI જયદીપ સોલંકી પંજાબના લુધિયાણા સુધી પહોંચ્યા હતા.

પંજાબના ગામમાંથી ઝડપાયો આરોપી

આરોપી ત્રિલોક સિંહે વર્ણવ્યો હત્યાનો ઘટનાક્રમવલસાડ પોલીસે (Valsad Police) આરોપી ત્રિલોકસિંહની પૂછપરછ કરતા તેણે સમગ્ર હત્યાનો (Vaishali Balsara Murder Case) ઘટનાક્રમ પોલીસ સમક્ષ વર્ણવ્યો હતો, જેમાં બબીતા શર્માની હાજરીમાં જ વૈશાલી બલસારાની હત્યા કરવામાં આવી હોવાનો પણ ખૂલાસો આરોપીએ કર્યો હતો. આ માટે તેઓ પંજાબથી 26 તારીખે સુરત અને 27 તારીખે વલસાડ રેલવે સ્ટેશન (Valsad Railway Station) પર આવી પહોંચ્યા હતા, જેને મળવા માટે બબિતા પોતાની બાઈક લઈને રેલવે સ્ટેશનને પહોંચી હતી. અહીં આવેલા ત્રણેય આરોપીઓ પૈકી એક બબિતા સાથે બાઈક ઉપર અને અન્ય ત્રણ રિક્ષામાં બેસીને વલસાડના ત્રણ જેટલા વિસ્તારની રેકી (latest gujarat crime news) કરી હતી.

ત્રણ જેટલા રોડની કરી હતી રેકીહત્યાને અંજામ આપવા આવેલા ત્રણ આરોપીએ વલસાડના 3 જેટલા રોડ ઉપર ફરીને રેકી કરી હતી, જેમાં પાર નદીથી અતુલ જવાનો માર્ગ જોકે, ત્યાં આગળ વધુ પ્રમાણમાં લોકોની અવરજવર હોવાના કારણે તે રોડ પડતો મૂકવામાં આવ્યો હતો. જ્યારે પાર નદીથી ચીજવાળા તરફ જતો માર્ગ પણ જોયા બાદ વધુ પ્રમાણમાં વાહનો પાર્ક થતા હોવાથી તે રોડને પણ પડતો મૂકવામાં આવ્યો હતો. જ્યારે પારડી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં પશુ દવાખાના તરફ જતો માર્ગ જ્યાં કોઈની પણ અવરજવર થતી ન હોવાથી તે રોડને ફાઈનલ કરવામાં આવ્યો હતો.

બબિતાએ વૈશાલીને પૈસા આપવા માટે બોલાવીહત્યા માટે (Vaishali Balsara Murder Case) આવેલા ત્રણ લોકો પૈકી ત્રિલોક સિંહ ડાયમંડ ફેક્ટરી નજીક બહાર ઊભો રહીને રેકી કરતો હતો. જ્યારે બબિતાએ વૈશાલીને પૈસા આપવાના કહી બોલાવી હતી. ત્યારબાદ ડાયમંડ ફેક્ટરી પાસે તેના કઝિન ઊભા હોવાનું જણાવી ત્યાં સુધી લઈ ગઈ હતી અને ત્યાં ગાડીમાં બેસેલા 2 કોન્ટ્રાક્ટરોએ વૈશાલી બલસારાને ગાડીમાં બેસાડી બબીતાની હાજરીમાં ક્લોરોફોર્મ સુઘાડી દીધું હતું અને સ્કાફ વડે ગળું દબાવીને હત્યાને અંજામ આપ્યો હતો, જે બાદ બબિતા પણ ત્યાંથી જતી રહી ને આવેલા ત્રણેય હથિયારાઓ કાર લઈને રવાના થઈ ગયા હતા.

વૈશાલીની લાશને પારડી મૂકી હત્યારાઓ હાઈવેથી કાર પકડી સુરત રવાના થયાવૈશાલી બલસરાની હત્યા કર્યા બાદ હત્યા (Vaishali Balsara Murder Case) કરવા માટે આવેલા ત્રણેય આરોપીઓ કાર પારડીમાં મૂકી હતી. ત્યારબાદ વૈશાલીના મોબાઈલ ફોન અને કારની ચાવી નદીમાં ફેંકી હાઈવેથી ખાનગી કાર મારફતે સુરત રવાના થયા હતા અને ત્યાં તેમણે એરપોર્ટ પર જઈ ફ્લાઈટની પણ તપાસ કરી હતી, પરંતુ કોઈ પણ ફ્લાઈટ ન હોવાથી તેઓ રાત્રિ દરમિયાન સુરતના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને ત્યારબાદ વહેલી સવારે 4 વાગે ટ્રેન પકડી ટ્રેન મારફતે પોતાના ગામ જવા રવાના થઈ ગયા હતા.

આરોપીને 1.80 લાખ રૂપિયા મળ્યા ત્રિલોક સિંહને હત્યા (Vaishali Balsara Murder Case) કર્યા બાદ સોપારીના નક્કી કરેલા પૈસા પૈકી 1,80,000 મળ્યા પકડાયેલા આરોપીને પોલીસે પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ વર્ણવ્યું હતું કે, 8,00,000 રૂપિયામાં હત્યાનો પ્લાન નક્કી થયા (latest gujarat crime news) બાદ કામ પૂર્ણ થયું, પરંતુ તેમને 1,80,000 રૂપિયા જ મળ્યા હતા. જ્યારે બાકીની મળવાપાત્ર હતી તે મળી નથી. જોકે, આ કિસ્સામાં હજી પણ 2 જેટલા આરોપી પોલીસ પહોંચથી બહાર છે

પકડાયેલા આરોપીના વધુ 2 દિવસના રિમાન્ડ પોલીસને મળ્યાવૈશાલી બલસારા હત્યા કેસમાં (Vaishali Balsara Murder Case) મુખ્ય સૂત્રધાર અને 8,00,000 રૂપિયામાં સોપારી આપનારી બબિતા શર્માને જે ગર્ભવતી હોવાથી તેના પોલીસે વધુ 2 દિવસના રિમાન્ડ માગતા કોર્ટે 2 દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, તે ગર્ભવતી હોવાથી તેને તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે. તે માટે પારડી પોલીસ મથકે મેડિકલ ઓફિસર તેમ જ એમ્બુલન્સની વ્યવસ્થા પણ હાલ કાયમી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details