ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ LCBએ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંકળાયેલા 10ની અટકાયત કરી - Valsad police arrested 10 accused with more than Rs 10 lakh worth of goods

વલસાડ જિલ્લા પોલીસે લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના રીઢા ગુન્હેગારોની 10 લોકોની ગેંગને ઝડપી પાડી છે. જેમના દ્વારા વલસાડ, ધરમપુર અને ચીખલીમાં લૂંટ, ઘરફોડ ચોરીના કુલ 12 જેટલા ગુન્હાઓ નોંધાયા હતા. પોલીસે પકડેલી ગેંગ પાસેથી કુલ 10,57,080 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. પોલીસે એક મહિલા, એક ડિસમિસ થયેલ પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોની ધરપકડ કરી છે. જેમાં ભૂતસર ગામે થયેલ ધાડ અને રોનવેલમાં થયેલ ઘટનાને અંજામ આપનાર પણ આજ ગેંગ હોવાનું પકડાયેલ આરોપીઓએ કબુલ્યું છે.

વલસાડ LCBએ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી કરનાર ગેંગના 10ને કર્યા ઝભ્ભે, 10,57,080નો મુદ્દામાલ કબ્જે
વલસાડ LCBએ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી કરનારી ગેંગના 10 શખ્શને પકડ્યા

By

Published : Sep 11, 2020, 10:41 PM IST

વલસાડઃ જિલ્લામાં થોડા દિવસ પહેલા જ ભૂતસર ગામે લૂંટના ઇરાદે આવેલ કેટલાક ઈસમોએ મહિલાનું ગળુ દબાવી તેના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના લઇ રવાના થઈ ગયા હતા. જો કે મહિલાનું ગળું દબાવવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. તો રોનવેલ ગામે પણ લૂંટની ઘટના બની હતી. જે બાબતે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં LCBની ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ દરમ્યાન લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના 1 મહિલા સહિત 10 લોકોની ધરપકડ કરી છે. ગેંગે અત્યાર સુધીમાં ધરમપુરમાં 8 અને વલસાડ રૂરલમાં 3 ગુન્હા આચર્યા હતા. જ્યારે એક ગુન્હો ચીખલી પોલીસ મથકમાં પણ નોંધાયેલો છે.

વલસાડ LCBએ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી કરનારી ગેંગના 10 શખ્શને પકડ્યા
ગુન્હો કરવાની મોડેસ ઓપરેન્ડીપકડાયેલ આરોપી પૈકી મહિલા LICનું કામ કરતી એકલા રહેતા વૃદ્ધો પરિજનોને રોજગાર-ધંધા અંગે જાણકારી મેળવી લેતી અને ત્યારબાદ તેમના અન્ય સાગરિકોને સમગ્ર ટીપ આપી દેતી હતી, જે બાદ ટોળકીના અન્ય માણસો વાહનોમાં જેતે ટીપ વાળી જગ્યા પર જઇને લૂંટને અંજામ આપતા ઘરના લોકોને બંધક બનાવી મુદ્દમાલ લઈ રફુચક્કર થઈ જતા હતા. ભૂતસર અને રોનવેલની ઘટનામાં પણ ટીપ પકડાયેલ આરોપી દક્ષાબેને વિજય કિશન ઘૂંટીયાને આપી હતી જે ગુન્હો કર્યા બાદ લૂંટ માં મળેલ સોના ચાંદી ના દાગીના ચીખલી ખાતે ડિસમિસ થયેલ કોન્સ્ટેબલ અલ્કેસ ને આપતા અને તે નક્કી કરતો હતો કે સોનુ કયા સોની ને ત્યાં આપવું..પોલીસે સોનુ ખરીદી કરનાર સોની ની પણ ધરપકડ કરી છે
વલસાડ LCBએ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી કરનારી ગેંગના 10 શખ્શને પકડ્યા
પોલીસે ધરપકડ કરેલ 10 આરોપીઓ માં 1.તેજ બહાદુર કવી બારોટ, વિજય ઉર્ફે દાદુ કિશન ઘૂંટીયા, સુનિલ છીબુ આહીર, નીતિન બકુલ ધોડિયા, અલકેસ ઉર્ફે સાહેબ અમરતભાઈ પટેલ, હમઝા ઉર્ફે હની રિયાઝભાઈ કુરેશી, સુનિલ ઉર્ફે સુનિયો પટેલ, નરેશ ઉર્ફે નાયક કાવજીભાઈ ભાંવર, રાજેશ સોમલા બરફ, દક્ષા ઉર્ફ વૈશાલી શશીકાંત પટેલ આરોપીઓની ધરપકડ કરી છે હાલ પોલીસે વધુ પૂછપરછ કરતા ચીખલી સેલવાસ અને વાંસદામાં ઘર ફોડ ચોરી અને દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
વલસાડ LCBએ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી કરનારી ગેંગના 10 શખ્શને પકડ્યા

પોલીસે પકડેલા 10 આરોપી પાસે ભૂતસર લૂંટમાં લૂંટ કરી જવામાં આવેલ મુદ્દામાલ રોકડ રૂપિયા 71,080 સોનચાંદીના દાગીના જેની કિંમત 1,16,000 મોબાઈલ ફોન નંગ 8, ગુન્હામાં ઉપયોગમાં લેવામાં આવેલ 3 વાહનો બે કાર, એક મોટરસાયકલ, LCD ટીવી 1, લેપટોપ 1 મળી કુલ 10,57,080નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વલસાડ LCBએ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી કરનારી ગેંગના 10 શખ્શને પકડ્યા

આમ વલસાડ પોલીસે આધાર ભૂત બાતમી અને ટેક્નિકલ મદદ વડે છેલ્લા 4 વર્ષમાં જિલ્લામાં થયેલા ખૂન, ધાડ, લૂંટ અને ઘરફોડની ચોરીના ગુન્હા આચરતી ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી હતી.

મહત્વનું છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI ડી.ટી.ગામીત PSI સી.એચ.પનારા, જી આઈ રાઠોડ સહિતની પોલીસની ટિમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી સતત લૂંટના કેસને ઉકેલવા માટેની કામગીરીમાં જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details