ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ પોલીસે વેપારીના અપહરણકર્તાઓની ધરપકડ કરી

વલસાડ: શહેરની એક હોટેલમાંથી મુંબઈના વેપારીનું અપહરણ થતાં ચકચાર મચી હતી. રીંકુ શીંગ નામના વેપારીનું તેના ઓળખીતાએ જ પૈસાની લેવડ દેવડમાં અપહરણ કર્યુ હતું. જો કે, વેપારીના મિત્રની સતર્કતાને પગલે ડુંગરી પોલીસે વેપારીને અપહરણકર્તાઓની ચૂંગલમાંથી છોડાવી આરોપી ઝડપી લીધા હતાં.

વલસાડ પોલીસે વેપારીના અપહરણકર્તાઓની ધરપકડ કરી

By

Published : Aug 12, 2019, 5:50 AM IST

મળતી માહિતી પ્રમાણે, વેપારી રીંકુ અને તેના મિત્રો વલસાડની એક હોટેલ પર ચા પીવા ઉભાં હતાં. ત્યારે કેટલાક મિત્રો આવ્યાં અને રીંકુના મિત્ર સાથે પૈસાની વાતચીત શરૂ કરી. ધીરે-ઘીરે બંને વેપારીઓમાં બોલાચાલી ઉગ્ર થતાં તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન 3 વ્યક્તિઓએ રીંકુને ધક્કો મારી કારમાં બેસાડી તેનું અપહરણ કર્યુ હતું. ત્યારબાદ આરોપી સુરત ફરાર થઈ ગયા હતા. પણ રીંકુના મિત્રની મદદથી ડુંગળી પોલીસે અપરહણકર્તાઓને ઝડપી પાડ્યાં હતાં.

વલસાડ પોલીસે વેપારીના અપહરણકર્તાઓની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details