વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ જણાવ્યું હતું કે પોલીસ તરફથી ચુકાદા પહેલા જ આગોતરી તૈયારી કરવામાં આવી હતી. જે દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીનું આયોજન કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જે બાદ શનિવારે ચુકાદાને ધ્યાને રાખીને જિલ્લાના મુખ્ય શહેરો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અયોધ્યા ચુકાદા બાદ લોકોને શાંતિ જાળવવા વલસાડ જિલ્લા પોલીસવડાની અપીલ - વલસાડ જિલ્લા પોલીસવડાની અપીલ
વાપીઃ બહુચર્ચિત અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા ચુકાદા બાદ વલસાડ જિલ્લામાં લોકો શાંતિ જાળવે અને જો કોઇપણ પ્રકારની સામાજિક ગતિવિધીઓ ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા, તે સાથે જ સોશિયલ મીડિયા પર કોઇપણ પ્રકારની ટીકા-ટિપ્પણી નહીં કરવા માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ વલસાડવાસીઓને અપીલ કરી હતી.
![અયોધ્યા ચુકાદા બાદ લોકોને શાંતિ જાળવવા વલસાડ જિલ્લા પોલીસવડાની અપીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5012236-250-5012236-1573296338914.jpg)
વલસાડ જિલ્લામાં અયોધ્યા ચુકાદાને લઇને ગોઠવવામાં આવેલા બંદોબસ્તમાં જિલ્લાના 4 DYSP, 10 PI, 35 PSI સહિત GRD, TRD, SRD, હોમગાર્ડ જવાનોને વિવિધ વિસ્તારોમાં ખડે પગે રખાયા હતાં. કોઈ પણ ગંભીર ઘટના ન બને તે માટે સતત ચાંપતી નજર રખાઈ હતી. પોલીસ બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત વ્રજ અને વરુણને પણ બંદોબસ્ત હેઠળ તેનાત કરવામાં આવ્યા હતાં. હાલ કોઇપણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી. જિલ્લાના તમામ વિસ્તારમાં શાંતિનો માહોલ હોવાનું વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
વધુમાં સોશિયલ મીડિયા અંગે સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા માટે પણ ખાસ ટેકનિકલ સેલ બનાવી નજર રખાઈ રહી હતી.