SRPની એક ટુકડી પારડી, ધરમપુર અને ભીલાડમાં સઘન ચેકિંગ કરશે વલસાડઃ નવા વર્ષના આગમનને વધાવવા દારુના શોખીનો પાર્ટી કરતા હોય છે. ગુજરાતમાં દારુબંધી હોવાથી ડ્રિંકર્સ દીવ, દમણ, સેલવાસા અને મહારાષ્ટ્ર જઈને ડ્રિંક પાર્ટીમાં ભાગ લેતા હોય છે. આ ડ્રિંકર્સ ગુજરાતની નજીક આવેલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જઈને દારુની મહેફિલ માણીને ગુજરાત પરત ફરતા હોય છે. જો કે વલસાડ પોલીસે ગુજરાતમાં દારુ પીને પ્રવેશતા કે દારુ સાથે પ્રવેશ કરતા લોકોને ઝબ્બે કરવા કમર કસી છે.
38 ચેકપોસ્ટ્સઃ વલસાડ પોલીસ તા. 28થી 31મી ડિસેમ્બર સુધી વલસાડ અને તેની આસપાસ આવેલ ગુજરાત સરહદની કુલ 38 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરશે. જે ચેકપોસ્ટ અન્ય રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની સરહદને અડીને આવેલી છે તેના પર કમ્બાઈન્ડ ચેકિંગ હાથ ધરવામાં આવશે. દમણ, સેલવાસ, મહારાષ્ટ્રની પોલીસ અને ગુજરાતની પોલીસ પોત પોતાના વિસ્તારમાં કડક ચેકિંગ કરશે. વલસાડમાં હાલ 18 ચેકપોસ્ટ્સ કાર્યરત છે. નવા વર્ષની પાર્ટીઓ સંદર્ભે વધુ 20 હંગામી ચેકપોસ્ટ્સ ઊભી કરી દેવામાં આવી છે. જેથી કોઈ ડ્રિંકર્સ કે બૂટલેગર્સ પોલીસથી બચી શકે નહીં. પોલીસ ઉપરાંત SRPની એક ટુકડી પારડી, ધરમપુર અને ભીલાડના સહદીય વિસ્તારમાં સતત અને સઘન ચેકિંગ કરશે.
વલસાડ પોલીસ 28થી 31મી ડિસેમ્બર સુધી ખાસ ચેકિંગ કરશે પોલીસની અન્ય કાર્યવાહીઃ 28થી 31 ડિસેમ્બર કુલ 4 દિવસ કુલ 38 ચેકપોસ્ટ્સ પર સઘન ચેકિંગ કરવા ઉપરાંત પોલીસ અન્ય કાર્યવાહી પણ કરવાની છે. જેમાં 28મી ડિસેમ્બરથી વલસાડના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ કે અન્ય સ્થળોએ ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તેના સંચાલકોએ કલેક્ટર તરફથી પરવાનગી મેળવી છે કે કેમ તેની તપાસ થશે. જો પરવાનગી વગર કોઈ પાર્ટી પકડાઈ ગઈ તો સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. પોલીસ, SOG અને LCBની ટીમો વાપી, ભિલાડ, ઉમરગામ જેવા શહેરોમાં આવેલ ગોડાઉન અને કારખાનાની પણ સઘન તપાસ કરશે. જો દારુનો જથ્થો પકડાશે તો આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ સમયમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરીને 1990 દારુનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશતા કે દારુ સાથે રાખતા આરોપીઓ પર કાર્યવાહી કરી હતી.
વલસાડમાં હાલ 18 ચેકપોસ્ટ્સ કાર્યરત છે. નવા વર્ષની પાર્ટીઓ સંદર્ભે વધુ 20 હંગામી ચેકપોસ્ટ્સ ઊભી કરી દેવામાં આવી છે. આમ કુલ 4 દિવસ કુલ 38 ચેકપોસ્ટ્સ પર સઘન ચેકિંગ કરવામાં આવશે. પોલીસ ઉપરાંત SRPની એક ટુકડી પારડી, ધરમપુર અને ભીલાડના સહદીય વિસ્તારમાં સતત અને સઘન ચેકિંગ કરશે. ન્યૂ યરની પાર્ટી કરતા આયોજકોએ કલેક્ટરની પરવાનગી લઈ લેવી ફરજિયાત છે, જો મંજૂરી વિના પાર્ટી કરતા પકડાયા તો સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે...કરણરાજ વાઘેલા(જિલ્લા પોલીસ વડા, વલસાડ)
- Rajkot Crime: ખાતરના કોથળાની આડમાં સંતાડેલો 46 લાખનો દારૂના SMCએ કર્યો જપ્ત, સ્થાનિક પોલીસની ઊંઘતી સાબિત કરી
- Morbi Crime News: રફાળેશ્વર ગામ નજીક બનાવટી દારુ બનાવતી ફેકટરી ઝડપાઈ, 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે 11 ઈસમો ઝડપાયા