ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: પારડી પોલીસે જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડ્યા, 5 વોન્ટેડ જાહેર કર્યા - પોલીસ રેડ

પારડી પોલીસે પરિયા ગામમાં એક ઈસમના ઘરે રેડ કરી હતી. જેમાં ઘરના પાછળના ભાગમાં જુગાર રમતા ચાર જેટલા ઈસમોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય પાંચ ઈસમો ભાગી જતાં તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

etv bharat
etv bharat

By

Published : Jun 22, 2020, 11:28 AM IST

વલસાડ: પારડી નજીક આવેલા પરિયા ગામે પારડી પોલીસે બાતમીના આધારે રેડ પાડતા જુગાર રમી રહેલા 9 જેટલા ઈસમો પૈકી ચારને ઝડપી પાડ્યા છે.પોલીસે રેડ કરતા જ અન્ય લોકો રફુચક્કર થયા હતા.

વલસાડ પારડી પોલીસે જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડ્યા

પકડાયેલા ચાર ઈસમો પૈકી એક યુવક પોલીસ જમાદારના પુત્ર છે જ્યારે એક યુવક અગાઉ GRDમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી છે તેમજ અન્ય પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસને જોઈને રફુચક્કર થયેલા પાંચ ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 21500 સહિત બે વાહનો અને બે મોબાઇલ મળી કુલ 91500 મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વલસાડ પારડી પોલીસે જુગાર રમતા 4 ઈસમોને ઝડપી પાડ્યા

ABOUT THE AUTHOR

...view details