વલસાડ : અચ્છાડ નંદીગ્રામ મહારાષ્ટ્રના ખારઘર નવી મુંબઈમાં રવિવારે અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. ત્યારે મુંબઈ અમદાવાદ હાઇવે પર ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને લઈ ગુજરાત મહારાષ્ટ્ર સરહદે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે.
ટ્રાફિક નોટિફિકેશનમહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ખારઘર નવી મુંબઈ ખાતે 16/04/2023 ના રોજ અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. આ અનુસંધાને પાલઘર જિલ્લા કલેકટર દ્વારા ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી 36 કલાક માટે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને ગુજરાત મહારાષ્ટ્ર સરહદે વાહનોની લાંબી કતારો લાગી છે. આ અંગે પાલઘર ના પોલીસ અધિક્ષક અજય વસાવે એ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોય મુંબઈ અમદાવાદ હાઇવે પર ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ પણ વાંચો Floating Jetty : ગુજરાતની પ્રથમ ફ્લોટિંગ જેટી ઉમરસાડી માછીવાડમાં, લોકાર્પણની તારીખ કરાઈ જાહેર
વાહનોને અટકાવવાની કાર્યવાહી અપ્પા સાહેબ ધર્મધિકારીના લાખો અનુયાયીઓ નેશનલ હાઇવે પર ગુજરાત મહારાષ્ટ્ર સરહદે નંદીગ્રામ-અચ્છાડ ચેકપોસ્ટ પર શનિવારે બપોરે 12 વાગ્યાથી જ મહારાષ્ટ્ર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનોને અટકાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. 36 કલાકના હાઇવે પરની અવરજવરના આ નોટિફિકેશનને કારણે હાલ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા મુજબ આ એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અન્ય વિવિધ વિભાગોના મંત્રીઓ અને અન્ય મહત્વની વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. અપ્પા સાહેબ ધર્મધિકારી મહારાષ્ટ્રમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. તેમના લાખો અનુયાયી છે. જેમના અંદાજિત 50 લાખ અનુયાયી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.