ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad News : નેતા અને અધિકારી 11 માસ કરાર આધારિત નોકરી કરશે તો અમે પણ જ્ઞાન સહાયકમાં નોકરી કરવા તૈયાર - જ્ઞાન સહાયક

11 માસ કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો ઘણા સમયથી વ્યાપક વિરોધ સામે આવી રહ્યો છે. ત્યારે સરકારે કાન બંધ કરી દીધાં હોય તેમ કશું સમજવા તૈયાર નથી. આમ છતાં ધરમપુરમાં ટેટ અન ટાટ પાસ ઉમેદવારોએ આ પ્રથા સામે રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો.

Valsad News : નેતા અને અધિકારી 11 માસ કરાર આધારિત નોકરી કરશે તો અમે પણ જ્ઞાન સહાયકમાં નોકરી કરવા તૈયાર
Valsad News : નેતા અને અધિકારી 11 માસ કરાર આધારિત નોકરી કરશે તો અમે પણ જ્ઞાન સહાયકમાં નોકરી કરવા તૈયાર

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 8:35 PM IST

Updated : Sep 2, 2023, 9:41 PM IST

ટેટ અન ટાટ પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ

વલસાડ : સ્કૂલ ઓફ એક્સિલન્સ દ્વારા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના મુજબ વિદ્યા સહાયકની ભરતી અંગે ટેટ અને ટાટ પાસ યુવક યુવતીઓએ આજે વિરોધ દર્શાવ્યો હતો.ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્યની આગેવાનીમાં મામલતદાર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. જેમાં 11 માસ આધારિત નોકરી ન આપી કાયમી નોકરી આપવા માટે અનુરોધ કર્યો છે.

ટાટ ટેટ પાસ 150થી વધુ યુવક યુવતી જોડાયા : ધરમપુર ખાતે આવેદનપત્ર આપવા માટે આજે આદિવાસી સમાજના મોટી સંખ્યામાં દોઢસોથી વધુ યુવક યુવતીઓ રેલી આકારે જોડાયા હતાં. પ્રથમ બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે એકત્ર થઈને મામલતદાર કચેરી સુધી રેલીમાં તેઓ જોડાયા હતાં અને વિદ્યા સહાયક 11 માસ કરાર આધારિત ભરતીનો વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રામીણ કક્ષાએ શિક્ષકો પોતાની રીતે ખૂબ ઉચ્ચ શિક્ષણ આપવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે તેમનું મનોબળ તોડવા માટે વિદ્યા સહાયકની ભરતી માટે ખાલી પડેલી જગ્યામાં 11 માસના કરાર આધારિત ભરતી સરકાર કરવામાં કાયદો લાવી છે. ત્યારે જો 11 માસ આધારિત નોકરી શિક્ષકોને આપવામાં આવશે તો તેઓ પણ એ જ રીતે બાળકોને શિક્ષણ આપશે એટલે કે ગ્રામીણ કક્ષાએ શિક્ષણની પદ્ધતિ કથળી શકે તેમ છે. શિક્ષકોને હંમેશા કાયમી નોકરી આપવી જોઈએ. જેથી તેઓ નાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે. જ્યાં શિક્ષક પોતે જ કાયમી ન હોય તો તે ગુણવત્તાયુક્ત શિક્ષણ કઈ રીતે આપી શકશે.. કલ્પેશ પટેલ (અપક્ષ સભ્ય, તાલુકા પંચાયત)

જ્ઞાન સહાયક આધારિત ભરતી સમાજનું પતન કરશે : આવેદનપત્ર આપવા પહેલા અનેક યુવક યુવતીઓએ જ્ઞાન સહાયક આધારિત ભરતી અંગે જાહેરમાં ચર્ચા કરી હતી અને સમગ્ર બાબતની હિંમતભેર રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે જો આ ભરતી પ્રક્રિયા આ જ પ્રકારે રહેશે અને 11 માસ કરાર આધારિત ભરતી કરવામાં આવશે તો શિક્ષકોનું પતન તો નિશ્ચિત જ છે સાથે સમાજનું પણ છે કારણ કે 11 માસ કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવે તો શિક્ષકો પણ એ જ પ્રકારે શિક્ષણ આપશે. જ્યાં શિક્ષક કાયમી ન હોય તો શિક્ષણ કઈ રીતે પગભર થઈ શકે અને એક સારા સમાજનું નિર્માણ કેવી રીતે શક્ય બની શકે જ્ઞાન સહાયક ભરતી એ સમાજનું પતન કરશે.

શિક્ષણ પ્રક્રિયામાં દર વર્ષે સરકાર દ્વારા પદ્ધતિઓ બદલી કાઢવામાં આવે છે જેના કારણે શિક્ષણમાં પોતાની કારકિર્દી ઘડવા માંગતા યુવક યુવતીઓને દર વખતે રજળપાટ કરવાનો વારો આવે છે અને તેમને કાયમી નોકરી મળી શકતી નથી. અગાઉ જ્યાં બીએડ એક વર્ષમાં પૂર્ણ થતું હતું તેને બે વર્ષ કરી દેવામાં આવ્યા. જે બાદ પરીક્ષા દર બે વર્ષે લેવામાં આવી પરીક્ષા પાસ કર્યા બાદ પણ ટેટ અને ટાટની પરીક્ષા શરૂ કરવામાં આવી. એ શરૂ કર્યા બાદ પણ પાંચ છ વર્ષે પરીક્ષાઓ લેવાય તો કેટલીક જગ્યાએ લેવાઇ પણ નથી. જ્યાં લેવાય છે તેવી જગ્યા ઉપર કેટલીક પદ્ધતિઓ બદલી દેવામાં આવી છે. જેમાં કટ ઓફ માર્કસની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે તો કેટેગરીવાઇઝ એટલે કે એસ.ટી.એસ.સી અને ઓબીસી જે માર્કસનો લાભ મળવો જોઈએ તે પ્રમાણે આપવામાં આવ્યો નથી. દરેક કેટેગરીના લોકોને એક જ લાકડીએ હાંકવામાં આવ્યા છે...ટેટ અને ટાટ પાસ ઉમેદવારો

રાજ્યપાલને આવેદનપત્ર :શિક્ષકો કાયમી ન હોય તો શિક્ષણની પરિસ્થિતિ કથળેે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે આગેવાની લઈને જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતા પ્રાંત અને મામલતદારના મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું છે.

બાબાસાહેબ સર્કલથી રેલી કાઢી : 11 માસ આધારિત ભરતી જ્ઞાન સહાયક ભરતીના વિરોધ માટે આજે ટેટ અને ટાટ પાસ યુવક યુવતીઓએ ધરમપુરના બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતેથી રેલી આકારે યોજી વિરોધ નોંધાવ્યો છે. કાયમી નોકરી નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં તેઓ ગાંધીનગર ખાતે આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

રાજકારણીઓ 11 માસ પોતાનું પદ ભોગવવા તૈયાર થશે? : આજે આવેદનપત્ર આપવા આવેલા યુવક યુવતીઓએ જણાવ્યું કે જ્ઞાન સહાયક શિક્ષણ વિભાગમાં ભરતીમાં 11 માસના કરાર આધારિત ભરતી છે. જો સરકારના તમામ સરકારી ખાતામાં કામ કરતા અધિકારીઓ અને રાજકારણમાં ઉતરેલા રાજનેતાઓ જો 11 માસના કરાર આધારિત કામ કરવા તૈયાર હોય તો અમે પણ 11 માસના કરાર આધારિત કામ કરવા માટે જ્ઞાન સહાયક તરીકે કામ કરવા જોડાવા તૈયાર છીએ.

  1. Gandhinagar News : ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં શિક્ષકો માટે લીધા અતિમહત્વના નિર્ણયો, પ્રવાસી શિક્ષક અને જ્ઞાન સહાયક માટે જાણવા જેવું
  2. Gandhinagar News : ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતાં ઉમેદવારોને એસપી કચેરી બેસાડી દીધાં, વ્યથા અને આક્રોશનો જુવાળ
  3. Banaskantha News : TET અને TAT પાસ વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
Last Updated : Sep 2, 2023, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details