- વલસાડ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે ડિમોલેશન
- ગુરૂવારે 11 દુકાનોનું ડિમોલેશન કરાયું
- શુક્રવારે 10 દુકાનોનું ડિમોલેશન કરાયું
વલસાડ : નગરપાલિકા દ્વારા ગુરૂવારે 11 દુકાનો ડિમોલેશન કર્યા બાદ શુક્રવારે સતત બીજા દિવસે પણ ડિમોલેશન કામગીરી જારી રાખી હતી. ચીફ ઓફિસર જે. યુ. વસાવાએ એન્જિનિયર હિતેશ પટેલ, એકાઉન્ટન્ટ કાર્તિક દેસાઇ, મુન્ના ચૌહાણ સાથે સિટી PI એચ. જે. ભટ્ટ, પોલીસ કર્મી રાજકુમાર સહિતના પોલીસ કાફલાની સાથે ડિમોલિશન હાથ ધર્યું હતું.
પાલિકા દ્વારા શુક્રવારે બીજા દિવસે 10 દુકાનોનું ડિમોલેશન કરાયું
વલસાડ નગરપાલિકા દ્વારા બસ ડેપો વિસ્તારમાં બીજા દિવસે પણ ડિમોલિશનનો ધમધમાટ જોવા મળ્યો હતો. પાલિકાએ બસ ડેપોની લાઇનની 11 દુકાનો જમીનદોસ્ત કર્યા બાદ વધુ 10 દુકાનો બહારના દબાણો તોડી પાડ્યા હતા.