વલસાડ શહેરમાં ઉનાળની શરૂઆત થવાની સાથે જ પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. પાણીની ગંભીર સમસ્યાને લઇને વોર્ડ નંબર 6 વોર્ડ , નંબર 9 અને વોર્ડ નંબર 1ના સ્થાનિક રહીશોના ટોળેએ નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પરંતુ કોઈ ઉકેલ ન આવતાં ઉશ્કેરાયેલા લોકો સાથે પાલિકાના કેટલાક સભ્યો વલસાડ નગરપાલિકાના સભ્ય તરીકે ફરજ બજાવતા સોનલબેન સોલંકીના નિવાસ્થાને પહોંચી વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
પાલિકાના મહિલા સભ્યની પોલીસ ફરિયાદ બાદ 5ની અટકાયત - gujaratinews
વલસાડ: શહેરમાં નગરપાલિકામાં છેલ્લા 5 દિવસથી કેટલાક વોર્ડમાં પીવાનું પાણી ન મળતાં લોકો પરેશાન થયા હતા. ત્યારે ઉશ્કેરાઈને લોકોએ વલસાડ પાલિકાના મહિલા સભ્ય સોનલબેન સોલંકીના નિવાસસ્થાને પહોચ્યાં હતા. મહિલા સભ્યના ઘર પાસે સોનલબેન સોલંકીના નામે હાય હાય બોલાવી તેમની સામે અપશબ્દો બોલી ધમકી આપી હતી. જેને લઈ મહિલા સભ્યએ વલસાડ સિટી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પાલિકાના સભ્યોની અટક કરતા ચકચાર મચી હતી.
જેમાં વોર્ડ નંબર 2ના સભ્ય રાજેશ મંગુભાઈ પટેલ, ઉજેસભાઈ ઈશ્વરભાઈ પટેલ વોર્ડ નંબર 1ના સભ્ય તેમજ વોર્ડ નંબર 9 ના સભ્ય નિતેશ મહાદેવ વસી અને યસ એસ જયસુખભાઇ માલી વોર્ડ નંબર 6 ના સભ્ય તેમની સાથે મહિલા સભ્યો ઉર્વશી પટેલ પણ આ ટોળા સાથે મહિલા સભ્યના ઘરે પહોચી પાણી માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા સભ્યએ વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ સીટી પોલીસે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તમામને પોલીસ સ્ટેશન બોલાવી અટક કરતા ચકચાર મચી હતી. પોલીસે તમામ સભ્યોની અટક કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.