ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાઓને કરાયા સેનિટાઈઝ - home for corentin

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સ્વચ્છતામાં જ પ્રભુતા રહેલી છે. આ યુક્તિ હાલ સૌને યથાર્થ લાગી રહી છે જેને પગલે સ્વચ્છતા જાળવવા દરેક લોકો અગમચેતીના પગલાં ભરી રહ્યા છે. જેને અનુલક્ષી વલસાડ પાલિકા દ્વારા પણ વલસાડ શહેરના વિવિધ રસ્તાઓને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. પાલિકાની સફાઈ ટીમ દ્વારા વલસાડ શહેરના વિવિધ માર્ગો ઉપર એન્ટી બેક્ટેરિયલ સ્પ્રે તેમજ પાવડરનો છંટકાવ કરીને સ્વચ્છતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાઓને કરાયા સેનિટાઈઝ
વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાઓને કરાયા સેનિટાઈઝ

By

Published : Mar 26, 2020, 11:04 AM IST

વલસાડઃ કોરોના જેવી ગંભીર બિમારીથી બચવા માટે વારંવાર હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવીએ ખૂબ જરૂરી હોય છે. જોકે સ્વચ્છતા અને પહોંચી વળવા માટે વલસાડ શહેર નગરપાલિકા દ્વારા પણ વલસાડ શહેરના વિવિધ માર્ગોને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાઓને કરાયા સેનિટાઈઝ

વલસાડ શહેરના તિથલ રોડ તેમજ મુખ્ય બજારના વિવિધ માર્ગો ટાવર રોડ એમ.જી.રોડ જેવા અનેક માર્ગો ઉપર પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા એન્ટી બેક્ટેરિયલ સ્પ્રે દવાઓનો છંટકાવ તેમજ સાફ-સફાઈની વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વલસાડ શહેરના તિથલ રોડ ઉપર પાલિકાની ટીમ દ્વારા રોડનું સેનિટેશન કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ શહેરમાં હજુ સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે બહારથી આવનારા અનેક લોકોને home for corentin કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details