- એક જ દિવસમાં 4.45 લાખની વેરા વસૂલાત કરી
- નળ કનેક્શન કાપી નાંખતા વેરા ન ભરનારાઓમાં ફફડાટ
- વારંવાર નોટિસો આપ્યા છતા વેરો ન ભરનારા 3ને જપ્તીની નોટિસ
વલસાડ: નગરપાલિકાએ વેરો ન ભરનારાઓ સામે લાલ આંખ કરી છે. જે મિલકતદારોના વેરા બાકી હોય, તેમની પાસેથી વસૂલાત માટે પાલિકાએ અભિયાન હાથ ધર્યું હતુ. આ અભિયાન અંતર્ગત ગુરૂવારે વેરો નહીં ભરનારા 5 મિકલતદારોના નળ કનેક્શન કાપી નાંખ્યા હતા અને 3ને જપ્તીની નોટિલ પાઠવવામાં આવી હતી. જેના પગલે વેરો નહીં ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.