- વલસાડ પાલિકામાં 4 વોર્ડમાં પેટાચૂંટણી યોજાશે
- વૉર્ડ નંબર 1, 2, 5, 6માં યોજાશે પેટાચૂંટણી
- સામાન્ય સભામાં ગેરવર્તણૂકના લીધે 4 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એક નું કોરોનામાં મોત
- 3 ઑક્ટોબરના રોજ ચૂંટણી, 5 ઓક્ટોબરના પરિણામ
વલસાડ: નગર પાલિકાની સામાન્યસભામાં ગેરવર્તણૂક કરવા બદલ પાલિકા સી.ઓ.એ નિયામકને કરેલી લેખિત ફરિયાદ બાદ નિયામક દ્વારા વોર્ડ નંબર-1ના ઉજેશ પટેલ, વોર્ડ નંબર-2ના રાજુભાઇ મરચા, વોર્ડ નંબર-5ના પ્રવીણ ભાઈ કચ્છી, વોર્ડ નંબર-6 ના યસેસ ભાઈ માલીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે વોર્ડ નંબર-1માં આવેલી બીજી બેઠકના રાજેશ ભાઈ રાઠોડ કોરોનાકાળમાં મૃત્યુ પામતા તેમની બેઠક ખાલી પડી હતી, જે તમામ જગ્યા ઉપર પેટાચૂંટણી યોજાશે
3 ઑક્ટોબરના રોજ યોજાશે 4 વોર્ડ માટે ચૂંટણી
વલસાડ પાલિકાના 4 વોર્ડમાં ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણી તારીખ 3 ઑક્ટોબરના રોજ યોજાવાની છે, જેને લઇને અત્યારથી વલસાડ પાલિકામાં રાજકારણ ગરમાયું છે. ચૂંટણીનું પરિણામ તારીખ 5 ઑક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.
સસ્પેન્ડ થયેલા સભ્યોએ કોર્ટના શરણે
વલસાડ પાલિકાના 4 સભ્યોને પાલિકા સામાન્ય સભામાં ગેરવર્તણુક કરવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવતા ચારેય સભ્યોએ કોર્ટમાં ઘા કર્યો છે. જો કે હજુ કેસ કોર્ટમાં હોવાનું વોર્ડ નંબર-2ના સસ્પેન્ડ થયેલા સભ્ય રાજુભાઇ મરચાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પ્રજાના પ્રશ્નો અંગે સામન્યસભામાં એક સભ્ય ઉગ્ર રજુઆત પણ કરી ન શકે?